________________
આઠમે અધ્યાય
૪૮૯
રસથી અધિક તીવ્ર રસને ક્રિસ્થાનિક રસ કહેવામાં આવે છે. તેનાથી પણું અધિક તીવ્ર રસને ત્રિસ્થાનિક રસ કહેવામાં આવે છે. વિસ્થાનિક રસથી અધિક તીવ્ર રસને ચતુસ્થાનિક રસ કહેવામાં આવે છે. રસની આ તરતમતા લીંબડાના અને શેલડીના રસની તરતમતાથી સમજી શકાય છે. આ (લીંબડાનો કે શેલડીને) રસ સ્વાભાવિક હોય ત્યારે એક
સ્થાનિક હોય છે. તેના બે ભાગ કલપી એક ભાગ બાળી નાખવામાં આવે તે બચેલે એક ભાગ રસ દ્રિસ્થાનિક બને છે. તેના ત્રણ ભાગ કપી બે ભાગ બાળી નાખવામાં આવે તે બચેલે એક ભાગ રસ ત્રિસ્થાનિક બને છે. તેના ચાર ભાગ કપી ત્રણ ભાગ બાળી નાંખવામાં આવે તે બચેલે એક ભાગ ૨સ ચતુઃસ્થાનિક બને છે. એ પ્રમાણે કર્મના રસ વિશે પણ જાણવું.
૧. જેમ શેલડીને રસ સુખ આપે છે તેમ શુભ કર્મનું ફળ પણ સુખ આપે છે, તથા જેમ લીમડાને રસ દુઃખ આપે છે તેમ અશુભ કર્મથી પણ દુઃખની પ્રાપ્તિ થાય છે. આથી શાસ્ત્રમાં શુભ કમના રસને શેલડીના રસથી અને અશુભ કર્મના રસને લીમડાના રસથી સમજાવવામાં આવે છે. શેલડીને રસ જેમ જેમ વધુ બળે તેમ તેમ અધિક મધુર બને છે. લીમડાને રસ જેમ જેમ વધુ બળે તેમ તેમ અધિક કડવો બને છે. એ જ પ્રમાણે શુભ પ્રકૃતિમાં જેમ જેમ વધારે તીવ્ર રસ તેમ તેમ તેનું શુભ ફળ અધિક મળે. અને અશુભ પ્રકૃતિમાં જેમ જેમ વધારે તીવ્ર રસ તેમ તેમ તેનું અશુભ ફળ અધિક મળે. દા. તે બે વ્યક્તિઓને અસતાવેદનીયથી દુઃખ થાય, છતાં એકને દુઃખને અનુભવ અધિક થાય જ્યારે અન્યને અપ થાય. આનું કારણ ૨સની તરતમતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org