________________
પ૮
શ્રી તત્ત્વાથવિંગમ સૂત્ર (૭) પ્રત્યેક બુદ્ધ ઓધિત કોણ સ્વયં બંધ પામીને સિદ્ધ થાય અને કાણુ બીજાથી બોધ પામીને સિદ્ધ થાય તેની વિચારણા. કેઈ સ્વયં બુદ્ધ રૂપે અર્થાત્ અન્યના ઉપદેશ વિના કોઈ નિમિત્તથી સ્વયં બોધ પામીને સિદ્ધ થાય છે. કઈ બુદ્ધાધિત રૂપે અર્થાત બીજાના ઉપદેશથી બેધ પામીને સિદ્ધ થાય છે. તીર્થકરે તથા પ્રત્યેકબુદ્ધો સ્વયં બુદ્ધ હોય છે. બીજા જ બુદ્ધાધિત હોય છે.
(૮) જ્ઞાન-કયા જ્ઞાનથી સિદ્ધ થાય તેની વિચારણા. વર્તમાન કાળની દષ્ટિએ કેવળજ્ઞાનથી સિદ્ધ થાય છે. ભૂતકાળની દષ્ટિએ મતિ–શ્રુત એ બે જ્ઞાનથી, અથવા મતિ-શ્રુત, અવધિ એ ત્રણ જ્ઞાનથી, અથવા મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ એ ચાર જ્ઞાનથી સિદ્ધ થાય છે. અર્થાત્ કેવળજ્ઞાન પામતાં પહેલાં તે તે જ્ઞાન હોઈ શકે છે.
(૯) અવગાહના કેટલી અવગાહનાવાળા જ સિદ્ધ થાય તેની વિચારણું. અવગાહના એટલે આત્મપ્રદેશને રહેવાની જગ્યા, અર્થાત્ શરીરનું પ્રમાણુ-ઊંચાઈ ઉત્કૃષ્ટથી ૫૦૨ થી ૫૦૯ ધનુષ્યની કાયાવાળા છ સિદ્ધ થઈ શકે છે. જઘન્યથી ૨ થી ૯ અંગુલ ન્યૂન બે હાથની કાયાવાળા છ સિદ્ધ થઈ શકે છે. વર્તમાનકાળની દષ્ટિએ પિતાની કાયાના 3 ભાગની અવગાહનામાં સિદ્ધ થાય છે. ભૂતકાળની દ્રષ્ટિએ પિતપોતાની કાયાની. અવગાહનામાં સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org