________________
શ અધ્યાય
(૧૦) અતર–સતત પ્રત્યેક સમયે સિદ્ધ થાય કે અંતર પડે? અંતર પડે તે કેટલું અંતર પડે તેની વિચારણા. જી અનંતર ( –સતત) સિદ્ધ થાય છે, અને અંતરથી પણ સિદ્ધ થાય છે. એટલે કે કેટલીક વખત સતત અનેક સમય સુધી સિદ્ધ થયા કરે છે. આ પ્રમાણે સતત સિદ્ધ થયા કરે તે જઘન્યથી બે સમય સુધી અને ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી સિદ્ધ થાય છે. અર્થાત્ પહેલા સમયે કઈ જીવ સિદ્ધ થાય, પછી તુરત બીજા સમયે કઈ જીવ સિદ્ધ થાય, પછી ત્રીજા સમયે કેઈ જીવ સિદ્ધ થાય, આમ સતત પ્રત્યેક સમયે સિદ્ધ થાય તે વધારેમાં વધારે આઠમા સમય સુધી સિદ્ધ થાય. નવમા સમયે અંતર પડી જાય. સતત આઠ સમય સુધી મેક્ષ થયા પછી નવમા સમયે કઈ પણ ક્ષેત્રમાંથી કઈ પણ જીવ મેક્ષમાં ન જાય. આ અંતર જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસ પડે છે. અર્થાત્ કોઈ એક સમયે કઈ પણ જીવ મેક્ષે ન જાય, બીજા સમયે પણ કઈ પણ જીવ મેક્ષે ન જાય, ત્રીજા સમયે પણ કઈ પણ જીવ મોક્ષે ન જાય. એમ સતત છ માસ સુધી કોઈ પણ જીવ મેક્ષે ન જાય. છ મહિના પછી અવશ્ય કઈ જીવ સિદ્ધ થાય.
(૧૧) સંખ્યા–એક સમયમાં એકી સાથે કેટલા સિદ્ધ થાય તેની વિચારણ. એક સમયમાં જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી ૧૦૮ જી સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org