________________
આઠમા અધ્યાય વસ્તુઓને સામાન્ય અને વિશેષ રૂપે બંધ કરવાની શક્તિ છે. છતાં અત્યારે આપણને, ભૂત અને ભાવી કાળની વસ્તુઓની વાત દૂર કરીએ, વર્તમાન કાળની વસ્તુઓમાં પણ અમુક જ વસ્તુઓને સામાન્ય-વિશેષ રૂપે બંધ થાય છે, તે પણ ઇદ્રિની. સહાયથી. આનું શું કારણ? આનું કારણ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય પ્રકૃતિ છે. આ બંને પ્રકૃતિઓએ આત્માની જ્ઞાન-દર્શનની શક્તિને દબાવી દીધી છે. છતાં એ. પ્રકૃતિએ આત્માના જ્ઞાન-દર્શન ગુણને સર્વથા નથી દબાવી શકતી. તેથી સૂર્યને વાદળોનું આવરણ હોવા છતાં વાદળોનાં છિદ્રો દ્વારા છેડે પ્રકાશ પડે છે તેમ, આત્મારૂપી સૂર્ય પર પ્રકૃતિ રૂપી વાદળોનું આવરણ હોવા છતાં ક્ષયે. પશમ રૂપી છિદ્રો દ્વારા કંઈક જ્ઞાન-દર્શન ગુણ રૂપી પ્રકાશ વ્યક્ત થાય છે.
હવે આત્માના ત્રીજા ગુણ વિશે વિચારીએ. આત્માને ત્રીજો ગુણ અનંત અવ્યાબાધ સુખ છે. આ ગુણના પ્રતાપે આત્મામાં ભૌતિક કઈ વસ્તુની અપેક્ષા વિના સ્વાભાવિકસહજ સુખ રહેલું છે. છતાં અત્યારે આપણે દુઃખી થઈએ છીએ. જે યત્કિંચિત્ સુખ પ્રાપ્ત થાય છે તે પણ ભૌતિક વસ્તુઓ દ્વારા. આમાં વેદનીય કર્મ કારણ છે. આત્મામાં ચોથે ગુણ સ્વભાવરમણતા રૂપ અનંત ચારિત્ર છે. આત્મામાં કેવળ સ્વભાવમાં–પિતાના જ ભાવમાં રમણતા. કરવાને ગુણ છે. છતાં મેહનીય કર્મથી આ ગુણને અભિભવ થઈ ગયું છે એટલે આત્મા ભૌતિક વસ્તુ મેળવવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org