________________
soo
* શ્રી તવાથધિગમ સૂત્ર રહે છે. પરિણામે સંયમમાં અપ્રમત્તતા, અલ્પનિદ્રા, સંતોષ વગેરે ગુણેને લાભ થવાથી સ્વાધ્યાય આદિ સઘળી સાધના સુખપૂર્વક સારી રીતે થાય છે. આમ ઉદરી તપ સંયમની રક્ષા આદિ માટે અતિશય આવશ્યક છે.
(૩) વૃત્તિપરિસંખ્યાન-વૃત્તિ એટલે આહાર. તેનું પરિસંખ્યાન (–ગણતરી) કરવું તે વૃત્તિપરિસંખ્યાન. અર્થાત્ આહારની લાલસાને ઓછી કરવા માટે અમુક પ્રકારને જ આહાર લે એ પ્રમાણે આહારનું નિયમન કરવું તે વૃત્તિપરિસંખ્યાન યા વૃત્તિ સંક્ષેપ તપ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર પ્રકારે વિશિષ્ટ અભિગ્રહ ધારણ કરવાથી આ તપ થઈ શકે છે. (૧) દ્રયથી-અમુક જ દ્રવ્ય લેવાં, તે સિવાયનાં દ્રવ્યોને ત્યાગ એ દ્રવ્યથી અભિગ્રહે છે. અથવા અમુક સંખ્યામાં જ ૪-૫-૬ દ્રવ્ય લેવાં, તેથી અધિક દ્રવ્યોને ત્યાગ એ પણ દ્રવ્યથી અભિગ્રહ છે. (૨) ક્ષેત્રથીઅમુક ક્ષેત્ર સિવાયના ક્ષેત્રને ત્યાગ. અમુક ઘરોની જ ગોચરી લેવી, તે સિવાયના ઘરને ત્યાગ. ગૃહસ્થ ઘરમાં અમુક વસ્તુને ત્યાગ, અથવા ઘરની બહાર અમુક વસ્તુને ત્યાગ ઈત્યાદિ રૂપે ક્ષેત્રથી અભિગ્રહ લઈ શકે છે. ૩) કાળથી–બપેરના સમયે જ ભિક્ષા ગ્રહણ કરવી વગેરે કાળથી અભિગ્રહ છે. ગૃહસ્થ પણ અમુક વસ્તુ રાત્રે ન લેવી, ઉનાળામાં ન લેવી વગેરે અનેક રીતે કાળથી અભિગ્રહ કરી શકે છે. (૪) ભાવથી–હસતે પુરુષ તહેશવે તે જ વહેવું ઈત્યાદિ ભાવથી અભિગ્રહ છે. ગૃહસ્થ પણ તબિયત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org