________________
નવમે અધ્યાય ચારિત્ર હોય છે. કેટલાકના મતે કષાયકુશીને યથાખ્યાત સિવાય ચાર સંયમ હોય છે. (૨) શ્રત-કેને કેટલું શ્રુતજ્ઞાન હોય તેની વિચારણા. ઉત્કૃષ્ટથી પુલા, બકુશ અને પ્રતિસેવના કુશીલ એ ત્રણને સંપૂર્ણ દશપૂર્વનું, કષાયકુશીલ અને નિર્ગથને ચૌદપૂર્વનું કૃત હોય છે. જઘન્યથી પુલાકને આઠ પૂર્વ સંપૂર્ણ અને નવમા પૂર્વના ત્રીજા આચાર વસ્તુ નામના પ્રકરણ સુધીનું, બકુશ, કુશીલ અને નિગ્રંથને અષ્ટપ્રવચનમાતાનું (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું શ્રુત હેય છે. સ્નાતક કેવી હેવાથી શ્રુત રહિત હોય છે.
(3) પ્રતિસેવના-કેશુ કેવા દેશેનું સેવન કરે તેની વિચારણા. પુલાક રાજા આદિના બળાત્કારથી અહિંસા આદિ વ્રતનું ખંડન કરે, પણ પિતાની ઇચ્છાથી ન કરે. ઉપકરણ બકુશે વિવિધ રંગનાં, વિવિધ આકારનાં, બહુમૂલ્યવાળાં વસ્ત્ર–પાત્ર આદિને મેળવવામાં લક્ષ્યવાળા હોય, જરૂરિયાતથી વધારે ઉપકરણ રાખે, ઉપકરણને વારંવાર સાફસૂફ કર્યા કરે, સારાં મનગમતાં ઉપકરણે મળે તે આનંદ પામે, તેવાં ન મળે તે ખેદ પામે. શરીર બકુશો શરીરને સાફસૂફ કરવા તરફ લક્ષ્ય રાખે. ઉત્તર ગુણેમાં અતિચારે લગાડે. પણ મૂલ ગુણેમાં વિરાધના ન કરે. કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતકમાં પ્રતિસેવનાને અભાવ છે (૪) તીર્થ તીર્થમાં જ હોય કે અતીર્થમાં પણ હોય તેની વિચારણું. જ્યારે તીર્થકર ચતુર્વિધ સંઘની સ્થાપના કરે ત્યારથી તીર્થની શરૂઆત થાય છે અને જ્યાં સુધી ચતુર્વિધ
૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org