________________
નવમે અધ્યાય
દેવલોકના સ્થાનમાં ઉત્પન્ન થાય છે. કષાયકુશીલ અને નિગ્રંથ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે. જઘન્યથી. સર્વ સૌધર્મ દેવલોકમાં બેથી નવ પોપમ સુધીની સ્થિતિવાળા દેવમાં ઉત્પન્ન થાય છે. સ્નાતક મેક્ષ પામે છે. (૮) સ્થાન -સ્થાન એટલે આત્માના સંકુલેશ–વિશુદ્ધિના પર્યાની તરતમતા. પાંચ પ્રકારના સંયમી જ્યાં સુધી કર્મોથી સર્વથા મુક્ત ન બને ત્યાં સુધી દરેકના આત્મામાં અન્ય અન્ય સંયમીની અપેક્ષાએ વિશુદ્ધિની તરતમતા અવશ્ય રહેવાની. કારણ કે આત્મવિશુદ્ધિમાં કષાયેનો હાસ કારણ છે. જેમ જેમ કષાયોને હાસ અધિક તેમ તેમ વિશદ્ધિ અધિક અને સંલેશ ન્યૂન. તથા જેમ જેમ કષાયોને હાસ ન્યૂન તેમ તેમ વિશુદ્ધિ ન્યૂન અને સંકુશ અધિક દરેક સંયમીના આત્મામાં કષાયેને હાસ સમાન હેતે નથી. નિર્ગથ અને સ્નાતકમાં કષાને અભાવ હોવાથી નિકષાયત્વ (કષાયના અભાવ) રૂપ વિશુદ્ધિ સમાન હોવા છતાં એગની તરતમતાથી આત્મવિશુદ્ધિમાં તરતમતા રહે છે. ૧૩માં ગુણસ્થાને યોગને વ્યાપાર હોય છે. ચૌદમાં ગુણઠાણે ચેગને સર્વથા અભાવ હોય છે. પાંચ પ્રકારના સંયમીઓમાં ઉક્ત સંયમસ્થાને નીચે મુજબ છે.
પ્રારંભના સર્વ જઘન્ય સંયમસ્થાને પુલાક અને કુશીલને હોય છે. તે બંને એકી સાથે અસંખ્ય સંયમસ્થાને સુધી જાય છે. બાદ પુલાક અટકી જાય છે. જ્યારે કષાયકુશીલ પુનઃ અસંખ્ય સંચમસ્થાને સુધી જાય છે. ત્યાર બાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org