________________
દશમે અધ્યાય
૬૫૩ઃ. કરવાને સ્વભાવ છે તે સંસારી આત્મા ઊર્વ આદિ ત્રણેય પ્રકારની ગતિ કેમ કરે છે? એ પ્રશ્ન વિદ્વાનોના મગજમાં ઉપસ્થિત થાય એ સહજ છે. આનું સમાધાન એ છે કે સંસારી આત્માને કમેને સંગ છે, કર્મોનું બંધન છે. આથી તેને પિતાના કર્મ પ્રમાણે ગતિ કરવી પડે છે, સંગ (બંધન) દૂર થતાં આત્મા સીધી ઊર્ધ્વ ગતિ જ કરે છે. જેમ શુષ્ક તુંબડાને સ્વભાવ જળમાં ડૂબવાને ન હોવા છતાં તેને માટીને લેપ લગાડીને જલમાં નાખવામાં આવે તે તે જળમાં ડૂબી જાય છે. થોડીવાર પછી પાણીથી માટીને લેપ જોવાઈ જતાં તે તુંબડું જળની ઉપર આવી જાય છે. તેમ પ્રસ્તુતમાં સંસારી જીવને કર્મય માટીને લેપ હેવાથી તે સંસારરૂપ સલીલમાં (પાણીમાં ડૂબી ગયેલ છે, એ લેપનો સંગ દૂર થતાં સંસારરૂપ સલીલમાંથી બહાર નીકળી લેકાંતે આવીને રહે છે. પ્રસ્તુત પ્રશ્નનું બીજી રીતે સમાધાન આ પ્રમાણે છે-એરંડાનું ફળ પાકતાં તેની ઉપરનું પડ સૂકાઈ જવાથી ફાટી જાય છે, અને તેના બે ભાગ થઈ જાય છે. આથી તેમાં રહેલ બીજ એકદમ ઉપર ઉછળે છે. જ્યાં સુધી પડના બે ભાગ ન થાય ત્યાં સુધી બીજ એ પડમાં જ રહે છે, કારણ કે તેને પડનું બંધન છે. તેમ સંસારી જીવને કમનું બંધન છે. કર્મના બંધનને વિયેાગ થતાં જીવ એરંડાના બીજની જેમ ઊર્ધ્વગતિ કરે છે.
ત્રીજા પ્રશ્નનો ઉત્તર–સર્વ કર્મ ક્ષય થતાં રોગને અભાવ હોવા છતાં નિરોધની પહેલાના વેગના–પ્રગના સંસ્કારે રહેલા હોવાથી તેમની સહાયથી આત્મા ઊર્ધ્વગતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org