________________
૬
નવમે અધ્યાય નરમ હેય તે જ અમુક વસ્તુ લેવી, અન્યથા નહિ, અમુક જ વ્યક્તિ પીરશે તે જોજન કરવું, અન્યથા નહિ, આમ અનેક રીતે ભાવથી અભિગ્રહ લઈ શકે છે. આ તપના સેવનથી આપત્તિના પ્રસંગે ધીરતા શખી શકાય તેવું સત્વ પ્રગટે છે. આહારની લાલસા નાશ પામે છે કે ઘટી જાય જાય છે. અશુભ કર્મોની ખૂબ નિર્જ થાય છે. આથી આ તપ સંયમની સાધનામાં ખૂબ સહાયક બને છે. "
(૪) રસપરિત્યાગ–મધુર-સવાદિષ્ટ રસવાળા પદાને ત્યાગ એ રસપરિત્યાગ તપ, અર્થાત્ ઇદ્રિને અને સંયમને વિકૃત કરનાર (દૂષિત કરનાર) વિગઈએને ત્યાગ એ રસપરિત્યાગ. જે આહાર ઇંદ્રિયને કે સંયમને વિકૃત કરે તે વિગઈ કહેવાય. વિગઈના મુખ્ય બે ભેદ છે. (૧) મહાવિગઈ અને લઘુવિગઈ મદિરા, માંસ, માખણ અને મધ એ ચાર મહાવિગઈ છે. દૂધ, દહીં, ઘી, તેલ, ગળ અને તળેલા પદાર્થ (કડાવિગઈ) એ છ લઘુ વિગઈ છે.' દેહના પિષણ માટે અનિવાર્ય વિગઈસિવાયની વિગઈને સાધકે અવશ્ય ત્યાગ કરે જોઈએ. વિગઈના ત્યાગથી ઇઢિયે કાબૂમાં રહે છે, નિદ્રા ઓછી થઈ જાય છે, શરીરમાં સ્મૃતિ રહેવાથી અધ્યાય આદિ સાધના ઉત્સાહપૂર્વક થાય છે. આમ રસપરિત્યાગથી અનેક લાભ થાય છે. બિનજરૂરી વિગઈને ઉપગ કરવાથી ઇઢિયે પુષ્ટ બનીને બેકાબૂ બને છે,
૧. વિગઈઓના વિશેષ વર્ણન માટે “પ્રત્યાખ્યાનભાષ્યનું અવલોકન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org