________________
જ
શ્રી સ્વાર્થાધિગમ સૂત્ર આ છ પ્રકારને તપ બાઘલેકે– જૈનેતર દર્શનના અનુયાયીઓ પણ કરે છે, આ તપને જોઈને લેકે તપસ્વી - કહે છે, બાઢાથી તપ તરીકે દેખાય છે, બાહા શરીરને તપાવે
છે, વગેરે અનેક કારણેથી આ તપને બાહ્ય તપ કહેવામાં આવે છે. બાહ્ય તપના સેવનથી શરીરની મૂછીને ત્યાગ, આહારની લાલસાને ત્યાગ, પરિણામે ઇદ્ધિ ઉપર વિજય, શારીરિક રોગોને અભાવ, શરીર હલકું બને, પરિણામે સંયમની પ્રત્યેક ક્રિયા ફૂર્તિથી–ઉલ્લાસથી થવાથી સંયમની રક્ષા અને વૃદ્ધિ થાય, (૪૫) નિકાચિત કર્મોની પણ નિર્જરા ઈત્યાદિ ઘણું લાભ થાય છે. [૧૯]. - અત્યંતર તપના છ ભેદે
प्रायश्चित्त-विनय-वैयावृत्त्य-स्वाध्याय-व्युत्सर्ग-ध्यानाપુરારમ્ -૨૦ ||
પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃજ્ય, સ્વાધ્યાય વ્યત્સર્ગ અને ધ્યાન એમ છ પ્રકારને ઉત્તર–અત્યંતર તપ છે. - (૧) પ્રાયશ્ચિત્ત–પ્રાયશ્ચિત્ત શબ્દમાં પ્રાયઃ અને ચિત્ત એ બે શબ્દો છે. પ્રાયઃ એટલે અપરાધ. ચિત્ત એટલે શુદ્ધિ કરનાર. જે અપરાધની શુદ્ધિ કરે તે (આલોચના આદિ) પ્રાયશ્ચિત્ત તપ પ્રાયશ્ચિત્તના નવ ભેદે છે. (૨) વિનય
૧. પ્રાયશ્ચિત્ત આદિ છ પ્રકારના તપના અવાંતર ભેદોને નિદેશ હવે પછીના સૂત્રથી ક્રમશઃ ગ્રંથકાર સ્વયં કરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org