________________
નવમે અધ્યાય.
૭ શુદ્ધિ માટે બહા-અત્યંતર તપનું સેવન કરવું તે તપ પ્રાયશ્ચિત્ત. (૭) છેદ-દીક્ષા પર્યાયના છેદથી દેની શુદ્ધિ. (૮) પરિહાર–ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી દેષિતની સાથે જઘન્યથી એક માસ અને ઉત્કૃષ્ટથી છ માસ પયત વંદન, અન્નપાણીનું આદાનપ્રદાન, આલાપ આદિને પરિહાર ( –ત્યાગ) કરે એ પરિહાર પ્રાયશ્ચિત્ત. (૯) ઉપસ્થાપન-દેની શુદ્ધિ માટે દીક્ષાના પૂર્વપર્યાયને ત્યાગ કરી બીજા નવા પર્યામાં ઉપસ્થાપના કરવી. અર્થાત્ ફરીથી પ્રજ્યા આપવી એ ઉપસ્થાપન પ્રાયશ્ચિત્ત.
નવતત્વ પ્રકરણ આદિ ગ્રંથમાં પરિહાર અને ઉપસ્થાપન એ બે પ્રાયશ્ચિત્તના સ્થાને મૂલ, અનવસ્થાપ્ય અને પારાંચિત એ ત્રણ ભેદ છે. મૂલ –મૂળથી (સર્વથા) ચારિત્ર પર્યાયને છેદ ક. અર્થાત્ ફરીથી પ્રવજ્યા આપવી. અનવસ્થાપ્ય-શુદ્ધિ માટે ગુરુએ આપેલે તપ પૂર્ણ ન કરે ત્યાં સુધી મહાવ્રત ન ઉયરાવવા. પારાચિત- સાધ્વીને શીલભંગ વગેરે મોટા દોષેની શુદ્ધિ માટે ગ૭ની બહાર નીકળી ૧૨ વર્ષ સુધી છૂપા વેશમાં ફરે તથા શાસનની પ્રભાવના કરે, બાદ ફરી દીક્ષા લઈ ગ૭ માં દાખલ થાય એ પાશંચિત પ્રાયશ્ચિત્ત છે.
તત્વાર્થમાં નવતર પ્રકરણ આદિની જેમ પ્રાયશ્ચિત્તના - દશ ભેદને નિર્દેશ ન કરતાં નવ ભેદને નિર્દેશ કેમ કર્યો -એ અંગે વિચારતાં જણાય છે કે–વર્તમાનમાં અનવસ્થાપ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org