________________
નવમો અધ્યાય
શુકલધ્યાનના ચાર ભેદેपृथक्त्वै-कत्ववितर्क-सूक्ष्मक्रियाऽप्रतिपाति-व्युपरत
શિયાનિવૃત્તનિ છે ?-જર . પૃથફવિતક (સવિચાર), એકત્વરિતક (અવિચાર), સૂમક્રિયાપ્રતિપાતી અને વ્યુપરતકિયાનિવૃત્તિ એ ચારે શુલ ધ્યાનના ભેદે છે.
(૧) પૃથક-વિતર્કસવિચાર–પૃથક્વ એટલે ભેદ-જુદાપણું. વિતર્ક એટલે પૂર્વગતશ્રુત. વિચાર એટલે દ્રવ્ય-પર્યાયની, અર્થ–શબ્દની કે મન આદિ ત્રણગની સંકાંતિ–પરાવર્તન. વિચારથી સહિત તે સવિચાર.૧
અહીં ત્રણ શબ્દથી ત્રણ હકીકત જણાવવામાં આવી છે(૧)પૃથકત્વ શબ્દથી ભેદ, (૨)વિતર્ક શબ્દથી પૂર્વગતકૃત, અને (૩) સવિચાર શબ્દથી દ્રવ્ય–પર્યાય આદિનું પરાવર્તન જણાવવામાં આવેલ છે. તથા એકાગ્રતા પૂર્વક ચિંતન' એ અર્થ પૂર્વ સૂત્રથી ચાલ્યો આવે છે. આથી પૃથફવિતર્ક સવિચાર ધ્યાનને અર્થ આ પ્રમાણે થાય છેજે ધ્યાનમાં પૂર્વગત મૃતના
૧. અહીં મૂળ સત્રમાં સાવચાર શબ્દ નથી. પણ આગળ ૪૪ માં સૂત્રમાં બીજા ભેદને વિચાર રહિત કહ્યો છે. એટલે પ્રથમ ભેદ વિચાર સહિત છે એમ અથપત્તિથી સિદ્ધ થાય છે. વિચારને અથ ગ્રંથકારે સ્વયં ૪૬ મા સૂત્રમાં બતાવ્યો છે. તે જ અર્થ અહી જણાવવામાં આવ્યો છે.
૨. આ અર્થ વિતર્ક શબ્દથી નીકળે છે.
૪૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org