________________
નવમે અધ્યાય
૬૧૯ દયાન છે. આ ધ્યાન અવિરત અને દેશવિરત. છાને હોય છે.
હિંસા આદિ ચારના એકાગ્રચિત્તે વિચારે એ અનુક્રમે હિંસાનુબંધી, અસત્યાનુબંધી, તેયાનુબંધી અને વિષયસંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. હિંસા કેવી રીતે કરવી,
ક્યારે કરવી, તેનાં સાધને કયાં કયાં છે, સાધનાને ઉપયોગ કેવી રીતે કરે ઈત્યાદિ હિંસાના એકાગ્ર ચિત્ત થતા વિચારે. હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. અસત્ય કેવી રીતે બેલવું, કેવી કેવી રીતે અસત્ય બોલવાથી છૂટી જવાશે, કેવી કેવી રીતે અસત્ય બોલવાથી અન્યને છેતરી શકાશે વગેરે અસત્યના એકાગ્રચિત્તે થતા વિચારો અસત્યાનુબંધી રૌદ્રધ્યાન છે. ચેરી કેવી રીતે કરવી, કેવી રીતે ચોરી કરવાથી પકડાઈ ન જવાય, ચેરીનાં સાધને ક્યાં ક્યાં છે, ચેરીનાં સાધન
ક્યાં મળે છે? કેવી રીતે મેળવવાં, ક્યાં કેવી રી કરવી, વગેરે ચોરીના એકાગ્રચિત્તે થતા વિચારો તેયાનુબંધી. રૌદ્રધ્યાન છે. રૂપ આદિ ઈષ્ટ વિયેનું કે વિષયનાં સાધનાનું રક્ષણ કરવાના એકાગ્રચિત્તે થતા વિચારે વિષયસંરક્ષણનુબંધી રૌદ્રધ્યાન છે.'
૧. વિષયને અને વિષયનાં સાધનાને મેળવવાના વિચાર આર્તધ્યાન છે અને સાચવી રાખવાના વિચાર રૌદ્રધ્યાન છે. વિષ
ની પ્રાપ્તિમાં અને સેવનમાં આનંદ આર્તધ્યાન છે. આ અને રૌદ્ર સ્થાનના આ સ્વરૂપને જાણનાર વિચારકને લગભગ સઘળા ચદ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન જ કરતા હોય છે એમ જણાયા વિના નહિ રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org