________________
૫૩૨
* શ્રી તીર્થોધગમ સૂત્ર
ઉચ્ચ કે નીચ ગેત્રમાં જન્મ. અંતરાયનું ફળ દાનાદિને અભાવ.
ઉપમા દ્વારા પ્રત્યેક કર્મના વિપાકનું વર્ણન
જ્ઞાનાવરણ કર્મ આંખે બાંધેલા પાટા સમાન છે. આંખે પાટા બાંધવાથી જેમ કોઈ ચીજ દેખાતી નથી–જણાતી નથી, તેમ આત્માને જ્ઞાનરૂપ નેત્રને જ્ઞાનાવરણ કર્મ રૂપ પાટે આવી જવાથી આત્મા જાણુ શકતું નથી. તથા જેમ જેમ પાટે જાડો તેમ તેમ એણું દેખાય, અને જેમ જેમ પાટો પાતળો તેમ તેમ વધારે દેખાય; તેમ જ્ઞાનાવરણનું આવરણ જેમ જેમ વધારે તેમ તેમ એણું જણાય, અને જેમ જેમ ઓછું તેમ તેમ વધારે જ્ઞાન થાય. આત્મા સર્વથા જ્ઞાનરહિત બનતા નથી. ગમે તેવાં વાદળ હોય તે પણ સૂર્યને આ છે પણ પ્રકાશ રહે છે, તેમ જીવને અલ્પ જ્ઞાન અવશ્ય હોય છે. દર્શનાવરણીય કમ પ્રતિહા૨ના (દ્વારપાળના) સમાન છે. પ્રતિહાર રાજ્યસભામાં આવતી
વ્યક્તિને રેકી રાખે તે તેને જેમ રાજાનાં દર્શન થતાં નથી, તેમ દર્શનાવરણુથી જીવ વસ્તુને જોઈ શકતે. નથી, સામાન્ય બાધ રૂપ જ્ઞાન કરી શકતું નથી. વેદનીય કર્મ, મધવડે લેપાયેલી તલવારની તૈક્ષણ ધાર સમાન છે. કેમ કે તેને ચાટતાં પ્રથમ સ્વાદ લાગે, પણ પરિણામે જીભ પાતાં પીડા થાય. તેમ આ વેદનીય કર્મ દુઃખને અનુભવ કરાવે છે અને તેનાથી સુખનો અનુભવ પણ પરિણામે દુઃખ આપનારે થાય છે. મેંહનીય કમ મદિરા સમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org