________________
૫ટર
શ્રી તરવાથધિગમ સૂત્ર: સાર-ભરત અને ઐરાવતક્ષેત્રમાં પહેલા અને છેલ્લા જિનેશ્વરના સાધુઓને ઈત્વરકાલિક સામાયિક તથા છેદપસ્થાપનીય એ બે ચારિત્ર હોય છે. તેમાં દીક્ષાના પ્રારંભથી
જ્યાં સુધી છેદેપસ્થાપનીય ચારિત્ર (વડી દીક્ષા) ન આપવામાં આવે ત્યાં સુધી ઈવરકાલિક સામાયિક (નાની દીક્ષા) હોય છે. જ્યારે છેદો પસ્થાપનીય ચારિત્ર (વડી દીક્ષા) આપવામાં આવે ત્યારથી જીવનપર્યત છે પસ્થાપનીય ચારિત્ર હોય છે. શેષ ૨૨ જિનેશ્વરના સાધુઓને અને મહાવિદેહ ક્ષેત્રના દરેક તીર્થકરના સાધુઓને યાવરજવિક સામાયિક ચારિત્ર જ હોય છે. તેમને છેદે પસ્થાપનીય ચારિત્ર હેતું નથી.
છેદે પસ્થાપનીય ચારિત્રના બે ભેદ છે, (૧) નિરતિચાર અને (૨) સાતિચાર. જેઓ કંઈપણ જાતના અતિચાર લગાડ્યા વિના છેદો પસ્થાપનીય ચારિત્રનું પાલન કરે છે તેમને તથા અંતિમ તીર્થકરના સાધુઓની પાસે ઉપસંપદા સ્વીકારનાર ત્રેવીસમા તીર્થંકરના સાધુઓને નિરતિચાર છેસ્થાપનીય ચારિત્ર હોય છે. મૂલગુણના ભંગથી જેને પુનઃ મહાવ્રતે ઉચ્ચારવામાં આવે તેને સાતિચાર છેદો સ્થાપનીય ચારિત્ર હોય છે.
(૩) પરિહારવિશુદ્ધિ-અમુક પ્રકારના તપને પરિ. હાર કહેવામાં આવે છે. પરિહાર તપથી વિશુદ્ધિવાળું જે ચારિત્ર તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર. આ ચારિત્રના પાલનમાં નવને સમુદાય હોય છે. નવથી એાછા ન હોય અને વધારે પણ ન હોય, નવ જ હોય. તેમાં ચાર સાધુઓ પરિહાર:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org