________________
નવમે અધ્યાય
પ૭
તપના બાહય અને અત્યંતર એવા બે ભેદે છે. તેમાં પ્રથમ બાહ્ય-તપનું વર્ણન કરે છે. ] બાહ્ય તપના છ ભેદે –
अनशना-ऽवमौदर्य-वृत्तिपरिसंख्यान-रसपरित्याग-- विविक्तशय्यासन कायक्लेशा बाह्यं तपः ॥९-१९॥
અનશન, અવૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્ત શાસન અને કાયકલેશ એમ છ પ્રકારનો બાહ્ય તપ છે.
જે કર્મના રસને તપાવે–બાળી નાંખે તે તપ. આથી સંયમરક્ષા, સંવર, કર્મનિર્જરા આદિ આત્મકલ્યાણના ધ્યેયથી કરવામાં આવતે ત૫ જ વાસ્તવિક તપ છે. રેગ, પરાધીનતા, આહારની અપ્રાપ્તિ વગેરે કારણે કરવામાં આવતે તપ કાયલેશ રૂપ જ છે.
(૧) અનશન અનશન એટલે આહારને ત્યાગ, અનશન તપના ઈવર અને માવજજીવિક એમ બે ભેદ છે. થોડા સમય માટે આહારને ત્યાગ કરવામાં આવે તે ઈવર અનશન જીવનપર્યત આહારને ત્યાગ કરવામાં આવે તે ચાવજછવિક અનશન.
ચોવિહાર, તિવિહાર, દુવિહાર તથા નવકારશી, પિરસી, એકાસણુ, આયંબિલ, ઉપવાસ, છઠ્ઠ, યાવત્ છે મહિનાના ઉપવાસ સુધીને તપ ઈસ્વર અનશન છે. યાવ
૧. ચૌવિહાર આદિ પ્રત્યાખ્યાનની સમજ માટે “પ્રત્યાખ્યાન ભાષ્ય'નું અવલોકન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org