________________
શ્રી તવાથધિગમ સૂત્ર વાચનાચાર્ય બને. જે વખતે ચાર સાધુએ તપ કરતા હોય તે વખતે સેવા કરનારા ચાર સાધુઓ તથા વાચનાચાર્ય દરરોજ આયંબિલ કરે, જે વખતે વાચનાચાર્યને તપ ચાલતો હોય તે વખતે અન્ય આઠેય સાધુઓ દરરોજ આયંબિલ કરે. અર્થાત તપ કરનાર સિવાયના સઘળા સાધુઓ દરરોજ આયંબિલ કરે. ક્યારેક ઉપવાસ પણ કરે. આમ આ તપ ૧૮ મહિને પૂર્ણ થાય છે.
પરિહારકલ્પ પૂર્ણ થયા બાદ તે મુનિઓ પુનઃ એ સપનું સેવન કરે, અથવા જિનકલ્પ સ્વીકારે, અથવા સ્થવિરકલ્પ પણ સ્વીકારે. પરિહારક૯પમાં રહેલા મુનિએ આંખમાં પડેલું તૃણુ પણ સ્વયં બહાર કાઢે નહિ, કેઈ પણ જાતના અપવાદનું સેવન કરે નહિ, ત્રીજા પહેરે ભિક્ષા ન કરે, ( બીજા પહેરમાં જ ભિક્ષા પતાવી દે) ભિક્ષા સિવાયના કાળમાં કાર્યોત્સર્ગમાં રહે, કેઈ ને દીક્ષા આપે નહિ, કવચિત ઉપદેશ આપે, નો અભ્યાસ ન કરે, કિંતુ ભણેલાનું પરાવર્તન કરે.
પ્રથમ સંઘયણવાળા પૂર્વધરે જ આ સંયમ સ્વીકારી શકે છે. તીર્થંકર પાસે કે જેમણે તીર્થંકર પાસે આ ચારિત્રને સ્વીકાર કર્યો હોય તેમની પાસે જ આ ચારિત્રને સવીકાર થઈ શકે. આ ચારિત્ર સ્થિત૭૯૫માં (ભરત-અરાવત એ બે ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં) જ બે પુરુષયુગ (=પાટપરંપરા) સુધી જ હોય છે. જેમ કે આ
૨. જુઓ વિશેષાવશ્યક ગાથા ૧૨૭૪ ની ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org