________________
પર
શ્રી તત્વાર્થાધિગમ સત્ર મેહનીય આદિ) ક, આયુષ્યમાં (દેવ-મનુષ્ય) ૨, નામ કર્મમાં ૩૭, ગેત્રમાં ૧-એમ કુલ ૪૫ પુણ્ય પ્રકૃતિએ છે.
કમપ્રકૃતિ આદિ માં સમ્યક્ત્વ મેહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ એ ચાર પ્રકૃતિ રહિત તથા તિર્યંચાયુ સહિત ૪૨ પ્રકૃતિઓને પુણ્ય રૂપે બતાવવામાં આવી છે. પુણ્ય-પાપની વ્યાખ્યામાં ભેદ આ મતાંતરમાં કારણ લાગે છે. તત્વાર્થકારના મતે અનુકૂળ રૂપે વેદાય તે પુણ્ય અને પ્રતિકૂળ રૂપે વેદાય તે પાપ. કર્મપ્રકૃતિ આદિ ગ્રંથકારોના મતે આત્મવિકાસને સાધક કર્મ પુણ્ય અને આત્મવિકાસને બાધક કર્મ પાપ. સમ્યકત્વ મેહનીય આદિ અનુકૂળ રૂપે વિદાય છે માટે તત્ત્વાર્થકારના મતે પુણ્ય સ્વરૂપ છે. પણ તે પ્રકૃતિઓ આત્મવિકાસમાં બાધક હોવાથી કમપ્રકૃતિ આદિ ગ્રંથકારોના મતે પાપ સ્વરૂપ છે. તિયાને નારકની જેમ મરવું ગમતું નથી એથી કર્મપ્રકૃતિ આદિ ગ્રંથમાં તેને પુણ્યરૂપે માનવામાં આવી છે.
પુણ્યપ્રકૃતિ સિવાયની સઘળી પ્રકૃતિઓ પાપ પ્રકૃતિઓ છે. ઉદયની અપેક્ષાએ ૧૨૨ પ્રકૃતિઓમાંથી ૪૫ પુણ્ય પ્રકૃતિએને બાદ કરતાં અને વર્ણચતુષ્કને ઉમેરતાં ૮૧ પ્રકૃતિઓ પાપ રૂપ છે. તે આ પ્રમાણે -જ્ઞાનાવરણયની ૫, દર્શનાવરણયની ૯, વેદનીયની ૧, મેહનીયનો ૨૪, આયુષ્યની ૨, નામની ૩૪, ગેત્રની ૧, અંતરાયની પ= ૮૧.
પ્રશ્ન:-નવતત્ત્વ વગેરે ગ્રંથમાં ૮૨ પાપ પ્રકૃતિઓ જણાવી છે તે કેવી રીતે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org