________________
નવમે અધ્યાય
પ૮૫ આદિ વિશિષ્ટ કલ્પવાળા સાધુઓને તથા કેટલાક પ્રસંગમાં - સ્થવિરકલ્પી -ગચ્છવાસી)સાધુઓને ઘાસને સંથારે કરવાનું વિધાન છે. તૃણના સંથારામાં તૃણની અણુઓ ખૂંચવી વગેરે તૃણુ પરિષહ છે. એ વખતે વેદનાને સમભાવે સહન કરવી, વસ્ત્રની ઈચછા ન કરવી એ પરિષહ જય છે, અને ઉદ્દવિગ્ન બનીને વસ્ત્રની ઈચ્છા કરવી એ પરિષહ અજય છે. (૧૮) મલઃ-શરીર ઉપર મેલનું જામવું એ મલ પરિષહ છે. મેલને દૂર ન કરે, મેલને દૂર કરવાની ઈચ્છા પણ ન થવી એ પરિષહ જય, અને મેલને દૂર કરવાની ઈચ્છા થવી, મેલને દૂર કરે એ પરિષહ અજય છે. .
(૧૯) સત્કાર –સત્કાર–સન્માનની પ્રાપ્તિ એ સત્કાર પરિષહ છે. તેમાં હર્ષ ન કરે એ પરિવહ ર્યા અને હર્ષ કરે એ પરિષહ અજય છે. (૨૦) પ્રજ્ઞા –વિશિષ્ટ બુદ્ધિની પ્રાપ્તિ એ પ્રજ્ઞા પરિષહ છે. તેમાં ગર્વ ન કર -એ પરિષહ જાય છે, અને ગર્વ કરે એ પરિષહ અન્ય છે. (૨૧) અજ્ઞાન -વિશિષ્ટ જ્ઞાનની અપ્રાતિ એ અજ્ઞાન પરિષહ છે. અજ્ઞાનના કારણે થતા “આ અજ્ઞાન છે, પંગુ સમાન છે, એને કશી જ ગતાગમ નથી” ઈત્યાદિ આક્ષેપતિરસ્કારમાં સમતા રાખવી એ પરિષહ જય અને ઉદ્દવિગ્ન બની જવું, દ્વેષ કરો એ પરિષહ અજય છે. (૨૨) અદશન :-શાસ્ત્રોનાં રહસ્ય ન સમજાય, પરદર્શનના પ્રત્યક્ષ ચમત્કાર દેખાય વગેરે સમ્યગ્દર્શનથી ચલિત થવાના પ્રસંગોની ઉપસ્થિતિ એ અદર્શન પરિષહ છે. તે પ્રસંગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org