________________
૫૪૬
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર (૧) કાયગુપ્તિ –કાયેત્સર્ગ આદિ દ્વારા કાયવ્યાપોરની નિવૃત્તિ અથવા શાસ્ત્રવિહિત અનુષ્ઠાનેમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રવૃત્તિ એ કાયગુપ્તિ છે.
- (૨) વચનગુતિ-મૌન દ્વારા વચનવ્યાપારની નિવૃત્તિ અથવા શાસ્ત્રોક્ત વિધિ મુજબ સ્વાધ્યાય, ઉપદેશ આદિમાં વચનની પ્રવૃત્તિ એ વચનગુપ્તિ છે.
(૩) મને ગુપ્તિ –આત ધ્યાન અને રૌદ્રધ્યાન રૂપ અશુભ વિચારોથી નિવૃત્તિ અથવા ધર્મધ્યાન કે શુકલધ્યાન રૂપ શુભ ધ્યાનમાં મનની પ્રવૃત્તિ અથવા શુભ-અશુમ બંને પ્રકારના વિચારને ત્યાગ એ મને ગુપ્તિ છે. [૪]
સમિતિનું વર્ણનईर्या-भाषेषणा-ऽऽदाननिक्षेपोत्सर्गाः समितयः ॥९-५॥
ઈર્ષા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપ અને ઉત્સર્ગ એ પાંચ સમિતિ છે.
સમિતિ શબ્દમાં સમ્ અને ઈતિ એ બે શબ્દ છે. સમ એટલે સમ્ય. ઇતિ એટલે પ્રવૃત્તિ. સામ્ય પ્રવૃત્તિ એ સમિતિ છે. સમ્યક્ એટલે શાક્ત વિધિ મુજબ. સમિતિ (સમ્યમ્ પ્રવૃત્તિ) અનેક પ્રકારની છે. તે સઘળી પ્રવૃત્તિઓને અહીં ઈર્યા આદિ પાંચમાં સમાવેશ થઈ જાય છે. સમિતિ કેવળ પ્રવૃત્તિ સ્વરૂપ છે અને ગુતિ પ્રવૃત્તિનિવૃત્તિ ઉભય સ્વરૂપ છે. આથી ગુતિમાં સમિતિને
૧. આ મને ગુપ્ત યુગનિરાધ અવસ્થામાં હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org