________________
૧૬૪
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અસ્વીકાર એ ત્યાગ છે. (૯) આકિંચ ઃ—શરીરમાં તથા સાધનાનાં ઉપકરણોમાં મમત્વને અભાવ એ આકિંચન્ય ધર્મ છે. આર્કિચન્ય એટલે સર્વવસ્તુનો અભાવ. મુનિ મમત્વ વિના માત્ર સંયમની રક્ષા માટે સંયમનાં ઉપકરણોને રાખે છે અને દેહનું પાલન-પોષણ કરે છે. આથી ઉપકરણ આદિ હોવા છતાં તેની પાસે કંઈ નથી. જ્યાં મમત્વ ભાવ નથી ત્યાં વસ્તુહેવા છતાં નથી. જ્યાં વસ્તુ ન હોવા છતાં મમત્વ ભાવ હોય ત્યાં વસ્તુ છે. આધ્યાત્મિક દષ્ટિએ મમત્વ- અમમત્વ ભાવના આધારે જ વસ્તુ હોવાને કે ન હોવાને નિર્ણય થઈ શકે. આથી શરીર આદિ ઉપર મમત્વને અભાવ એ જ વાસ્તવિક આર્કિચન્ય છે. (૧૦) બ્રહ્મચર્ય :બ્રહ્મચર્ય એટલે મૈથુનવૃત્તિને ત્યાગ. યદ્યપિ બ્રહ્મ એટલે આત્મા. તેમાં ચર્ય એટલે રમવું તે બ્રહ્મચર્ય. અર્થાત ઈષ્ટ વસ્તુમાં રાગને અને અનિષ્ટ વસ્તુમાં શ્રેષને ત્યાગ કરી આત્મામાં રમવું એ બ્રહ્મચર્ય છે. છતાં અહીં મૈથુનવૃત્તિના ત્યાગરૂપ બ્રહ્મચર્ય વિરક્ષિત છે. મિથુનવૃત્તિના ત્યાગરૂપ બ્રહ્મચર્યના પાલન માટે વસતિ, કથા, નિષઘા, ઈદ્રિય, કુડયાંતર, પૂર્વક્રીડિત, પ્રણીત આહાર, અતિમાત્ર ભજન, વિભૂષા એ નવના ત્યાગરૂપ નવ ગુપ્તિઓનું (વાડેનું) તથા બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવનાઓનું પાલન અનિવાર્ય છે.?
૧. પાંચ ભાવનાઓનું વર્ણન સાતમા અધ્યાયના ત્રીજા સૂત્રમાં - આવી ગયું છે. વસતિ આદિ ગુપ્તઓને ભાવ આ પ્રમાણે છે
(૧) જ્યાં સ્ત્રી, પશુ, નપુંસક રહેતા હોય તેવી વસતિમાં ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org