________________
- પ૭૪
શ્રી તત્વાર્થાધિમ સૂત્ર (૮) સંવર-સંવરનું સ્વરૂપ, સંવરના હેતુઓ તથા સંવરથી થતું સુખ વગેરેનું ચિંતન કરવું એ સંવર ભાવના છે. આ અધ્યાયમાં સંવરનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ અધ્યાયના પ્રારંભમાં કહેવામાં આવ્યું છે કે આસવને નિરોધ એ સંવર છે. ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહ અને તપથી સંવર (આસવને નિરધ) થાય છે. આત્મા જેમ જેમ સંવરનું સેવન કરે છે તેમ તેમ આસવથી થતાં દુખેથી મુક્ત બનતું જાય છે. ફળસંવરને સુંદર બંધ થાય છે. તથા સંવરના સેવન માટે યથાશક્તિ પ્રયત્ન થાય છે.
(૯) નિજ રા-નિર્જરાનું સ્વરૂપ, નિર્જરાનાં કારણે, નિર્જરાથી થતે લાભ વગેરેની વિચારણુ એ નિર્જરા ભાવના છે. નિર્જરા એટલે કર્મોને ક્ષય. નિર્જરા બે પ્રકારની છે. (૧) અબુદ્ધિપૂર્વક અને (૨) બુદ્ધિપૂર્વક. હું કર્મોને ક્ષય કરું એવી ભાવના=બુદ્ધિ વિના કર્મના ઉદયથી થતે કને ક્ષય અબુદ્ધિપૂર્વક છે. આમાં કર્મને નાશ કરવાના અધ્યવસાય નહિ હોવાથી અનિચ્છાએ કર્મોને ક્ષય થાય છે. આથી કર્મક્ષયની સાથે સાથે અનેક પ્રકારના સંકલપ–વિકપ તથા આ અને રૌદ્ર ધ્યાન કરીને નવાં અશુભ કર્મો બાંધે છે. આ કર્મક્ષય (નિર્જર) અકુશલ કર્મોને–અશુભ કર્મોને બંધ કરાવે છે માટે અકુશલાનુબંધી છે. આથી આ નિર્જરા
૧. તસ્વાર્થભાષ્ય આદિમાં અહીં કુશલ મૂલ એવો શબ્દ વાપરવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org