________________
નવમે અધ્યાય
૫૮૧
પ્રકારના અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગેની ઉપસ્થિતિ તે પરિષહ. (૨) પરિષહ આવતાં રાગ-દ્વેષને વશ ન થવું અને સંયમબાધક કેઈ પણ પ્રવૃત્તિ ન કરવી એ પરિષહ જય. (૩) પરિષહ આવતાં રાગ-દ્વેષને વશ બની જવું અને સંયમબાધક પ્રવૃત્તિ કરવી એ પરિષહ અજય છે.
હવે વિશેષથી-દરેક પરિષહને આશ્રયીને આ ત્રણ બાબતને વિચારીએ –
(૧) ક્ષુધા-અતિશય શ્રુધાની વેદના એ સુધા પરિષહ છે. સુધાને સમભાવે સહન કરવી. જે સહન ન થાય તે શાક્ત વિધિ મુજબ ગોચરી–ભિક્ષા લાવીને સુધાને શાંત
કરવી. અહીં સુધાને શાંત કરવી એનું મહત્વ નથી, કિન્તુ શાક્ત વિધિ મુજબ નિર્દોષ ભિક્ષા મેળવવી એનું મહત્વ છે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભિક્ષા મેળવવા જતાં નિર્દોષ આહાર ન મળે તે પણ દોષિત આહાર ન લે, અને મનને મક્કમ કરીને સુધાને સહન કરવી એ ક્ષુધા પરિષહ જય છે. સુધા સહન થઈ શકે તેમ હોય તે પણ સહન ન કરવી, અથવા દેષિત આહારથી ક્ષુધા શમાવવી એ પરિષહ અજય છે. (૨) પિપાસા–અતિશય તૃષાની વેદના એ પિપાસા પરિષહ છે. પરિષહના જયનું અને અજયનું સ્વરૂપ ક્ષુધા પરિવહની જેમ સમજી લેવું. આહારના સ્થાને પાણી સમજવું. (૩) શીત-અતિશય ઠંડીની વેદના શીત પરિષહ છે. પરિષહ જયનું સ્વરૂપ ક્ષુધા પરિષહની જેમ સમજવું. આહારના સ્થાને વન્ને સમજવાં. શાક્ત વિધિનું ઉલ્લંઘન કરીને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org