________________
નવમે અધ્યાય
પ૭૩૩
આગમન. આસવનું સ્વરૂપ, આસવનાં કારણે, અને આસવથી થતાં દુઃખ વગેરેને વિચાર કરે તે આસ્રવ ભાવના. આ ગ્રંથમાં છઠ્ઠા અધ્યાયમાં વિવિધ રીતિએ આસવને વિચાર કરવામાં આવ્યું છે. સામાન્યથી મન, વચન અને કાયા એ ત્રણ ગો આસવ છે. (આમ્રવનાં કારણ છે.) વિશેષથી અત્રત, ઈદ્રિય, કષાય અને ક્રિયા એ ચાર આસ્રવ છે. કર્મોને આસવ થતાં કર્મ બંધ થાય છે. બંધાચેલાં કર્મોના ઉદયથી જીવ નરક આદિ ચાર ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. તેમાં અનેક પ્રકારનાં દુઃખ સહન કરે છે. નરકગતિમાં ક્ષેત્રકૃત, પરમાધામીકૃત અને પરસ્પદીરિત એમ ત્રણ પ્રકારની વેદના સતત જીવન પર્યંત. સહન કરવી પડે છે.૧ તિર્યંચગતિમાં પરાધીનતા, ઠંડી, ગરમી, રેગ વગેરે અનેક દુઃખ સહન કરવો પડે છે. મનુષ્ય ગતિ પણ ધનનું ઉપાર્જન, રક્ષણ, વિગ વગેરેની ચિંતા, પરાધીનતા, રંગ, પરરાજ્યાદિને ભય વગેરે અનેક કષ્ટોથી ભરપૂર છે. દેવગતિમાં પણ બાહ્ય સુખ હવા. છતાં ઈર્ષા, રોષ, દ્વેષ વગેરે અનેક રીતે માનસિક દુઃખ હોય છે. ફળ-આસ્ત્રને સુંદર બંધ થાય છે, અને આસવનિરાધ માટે યથાશક્તિ પ્રયત્ન થાય છે.
૧. નરક ગતિનાં દુઃખના વિશેષ વર્ણન માટે જુઓ આ ૩. સૂત્ર ૩-૪ નું વિવેચન.
૨. ચાર ગતિનાં દુઃખના વિસ્તારથી વર્ણન માટે જુઓ. ભવભાવના ગ્રંથ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org