________________
પso
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂe. ગયા છતાં આત્મા તે જ છે. શરીર ઇંદ્રિયેથી જાણી શકાય છે, જ્યારે આત્મા અતિક્રિય છે, ઇંદ્રિથી જાણી શકાતે નથી. આમ અનેક રીતે આત્મા અને શરીર ભિન્ન છે. ફળ-અન્યત્વભાવનાથી શરીર આદિ જડ પદાર્થો ઉપર તથા સ્વજન આદિ ચેતન પદાર્થો ઉપર રાગ ન થાય, થયેલો રાગ દૂર થાય; તથા મોક્ષ માટે પ્રવૃત્તિ થાય છે..
(૬) અશુચિ –શરીરમાં અશુચિન-અપવિત્રતાને વિચાર કરો એ અશુચિ ભાવના છે. શરીર અશુદ્ધઅપવિત્ર છે તેનાં મુખ્ય સાત કારણે છે. તે આ પ્રમાણે -- (૧) બીજ અશુચિ, (૨) ઉપખંભ અશુચિ, (૩) સ્વયં અશુચિનું ભાજન, (૪) ઉત્પત્તિ સ્થાન અશુચિ, (૫) અશુચિ પદાર્થોને નળ, (૬) અશક્ય પ્રતીકાર (૭) અશુચિ કારક.
(૧) શરીર માતાનું લોહી અને પિતાનું શુક્ર એ બેના. સગથી ઉત્પન્ન થાય છે. એ બંને પદાર્થો અશુચિમય છે. શરીરનું બીજ (ઉત્પત્તિનું કારણ) અશુચિ હોવાથી શરીર અશુચિ છે. (૨) શરીર આહાર આદિથી ટકે છે. આહાર ગળામાંથી પસાર થઈ પેટમાં આવેલા ગ્લૅમાશયમાં પહે છે. ત્યાં શ્લેક્સ (કફ) એ આહારને પ્રવાહી રૂપે બનાવી દે છે. તે પ્રવાહી અત્યંત અશુચિ હોય છે. બાદ તે પ્રવાહી પિત્તાશયમાં આવે છે. ત્યાં તેનું પાચન થાય છે. બાદ તે પકવાશયમાં આવે છે. ત્યાં વાયુથી તેના બે ભેદ પડે છે. જેટલા પ્રવાહીનું પાચન થઈ ગયું હોય તેટલાને રસ બને છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org