________________
આ અધ્યાય
પ૩૯ ણના પુદ્ગલેનું ગ્રહણ કરે છે. અહીં અગ્નિનું દષ્ટાંત છે. જેમ અગ્નિ પિતે જેટલા સ્થાનમાં છે તેટલા જ સ્થાનમાં રહેલ બાળવાયેગ્ય વસ્તુને બાળે છે. પણ પિતાના સ્થાનથી દર-બહાર વસ્તુને બાળ નથી. તેમ જીવ પોતાના ક્ષેત્રમાં જ રહેલા કર્મ પુદ્ગલેનું ગ્રહણ કરે છે, પોતાના ક્ષેત્રથી દૂર રહેલા કર્મપુદ્ગલોને ગ્રહણ કરતું નથી. આ ઉત્તર સૂત્રમાં રહેલ “gવક્ષેત્રાવઢ” શબ્દથી મળે છે.
(૬) કામણ વર્ગણાના જે પુદ્ગલ સ્થિત હોય-ગતિ રહિત હોય તે જ પુદ્ગલોનું ગ્રહણ થાય છે. આથી ગતિમાન કાર્મણ વગણના પુદ્ગલોને બંધ થતું નથી. આ ઉત્તર સ્થિતાઃ” એ શબ્દથી મળે છે.
(૭) જીવ સર્વ આત્મપ્રદેશે વડે કર્મ પુદ્ગલોનું ગ્રહણ કરે છે. આ વિષયને સમજવા શૃંખલાનું દષ્ટાંત છે. જેમ શંખલાની (-સાંકળની) દરેક કડી પરસ્પર જોડાયેલી હોવાથી એક કડીનું ચલન થતાં સર્વ કડીઓનું ચલન થાય છે. તેમ જીવના સર્વ પ્રદેશે પરસ્પર જોડાયેલા હોવાથી
જ્યારે કર્મ પુદ્ગલેનું ગ્રહણ કરવા કેઈ એક પ્રદેશ વ્યાપાર કરે છે ત્યારે અન્ય સર્વ પ્રદેશે વ્યાપાર કરે છે. હા, કેટલાક પ્રદેશને વ્યાપાર ન્યૂન હોય, કેટલાક પ્રદેશોને વ્યાપાર ન્યૂનતર હય, એમ વ્યાપારમાં તારતમ્ય અવશ્ય હોય છે. દા. ત. જ્યારે આપણે ઘડાને ઉપાડીએ છીએ ત્યારે હાથના. સમગ્ર ભાગોમાં વ્યાપાર હેવા છતાં હથેલીના ભાગમાં વ્યાપાર વિશેષ હોય છે, કાંડાના ભાગમાં તેનાથી ન્યૂન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org