________________
આઠમો અધ્યાય
પ૨૭
૧૦૩ સંખ્યા થાય છે. બંધનના અપેક્ષાએ ૫ અને અપેક્ષાએ ૧૫ ભેદ . એટલે જ્યારે બંધનના ૫ ભેદો ગણવામાં આવે ત્યારે ૯૩ અને ૧૫ ભેદ ગણવામાં આવે ત્યારે ૧૦ સંખ્યા વધતાં ૧૦૩ સંખ્યા થાય છે. હવે બંધનના ૧૫ ભેદને અને સંઘાતના ૫ ભેદને પાંચ શરીરમાં સમાવેશ કરવામાં આવે, તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ચારના અવાંતર ભેદ ન ગણવામાં આવે, તે ૧૦૩ માંથી (બંધનના ૧૫, સંઘાતના ૫, વર્ણાદિ ચારના ૧૬ એમ) ૩૬ ભેદ ઓછા થવાથી કુલ ૬૭ ભેદ થાય છે. બંધ, ઉદય અને ઉદીરણને આશ્રયીને ૬૭, અને સત્તાને આશ્રયીને ૯૩ કે ૧૦૩ સંખ્યા ગણવામાં આવે છે. [૧૨]
ગેવકર્મના ભેદે
ફર્નશૈ4 | ૮-૧૨ ઉચ્ચ અને નીચ એમ ગેત્રના બે ભેદે છે.
જેના ઉદયથી જીવ સારા-ઉચ્ચ કુળમાં જન્મે તે ઉચ્ચ ગોત્ર કર્મ, અને હલકા-નીચ કુળમાં જન્મે તે નીચ ગોત્ર કર્મ. ધર્મ અને નીતિનું રક્ષણ કરવાથી ઘણુ કાળથી પ્રખ્યાતિને પામેલાં ઈફવાકુ વંશ વગેરે ઉચ્ચ કુલે છે. અધર્મ અને અનીતિનું સેવન કરવાથી નિંદ્ય બનેલાં કસાઈ માચ્છીમાર આદિનાં કુળે નીચ કુલે છે. [૧]
અંતરાય કર્મના ભેદનાનામ્ . ૮-૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org