________________
આઠમે અધ્યાય
પ૨૫ એકેદ્રિય જીને પ્રથમની ચાર, સંજ્ઞી પંચેંદ્રિય ઇને છે, અને બાકીના સઘળા (બેઇદ્રિય, તેઈદ્રિય, ચ6રિંદ્રિય, અને અસંગ્નિ પંચેંદ્રિય) જાને મન સિવાયની. પાંચ પર્યાપ્તિઓ હોય છે.
- દરેક જીવ ઉત્પત્તિ સ્થાને આવતાની સાથે જ વપ્રાગ્ય પર્યાતિઓને પૂર્ણ કરવા પ્રયત્ન શરૂ કરી દે છે. તેમાં જે જીને પર્યાપ્ત નામ કર્મને ઉદય હોય તે જ જીવે સ્વપ્રાગ્ય પર્યાપ્તિએ પૂર્ણ કરી શકે છે. જેને અપર્યાપ્ત, નામ કમને ઉદય હેય તે જીવ સ્વપ્રાયોગ્ય પર્યાપ્તિઓને પૂર્ણ કર્યા વિના જ મૃત્યુ પામે છે. અપર્યાપ્ત નામ કમ સ્થાવર દશકમાં આવશે.
(૪) પ્રત્યેક શરીર–જેનાથી જીવને સ્વતંત્ર એક શરીર પ્રાપ્ત થાય તે પ્રત્યેક શરીર નામ કર્મ. (૫) સ્થિરજેનાથી શરીરના દાંત, હાડકાં આદિ અવયવે નિશ્ચલ બને તે સ્થિર નામ કર્મ. (૬) શુમ–જેનાથી નાભિથી ઉપરના શુભ અવયવે પ્રાપ્ત થાય તે શુભ નામકર્મ. નાભિથી ઉપરના અવયવે શુભ ગણાય છે. (૭) સુભગ-જેનાથી જીવ ઉપકાર ન કરવા છતાં સર્વને પ્રિય અને તે સુભગ નામ કર્મ. (૯) સુસ્વર-જેનાથી મધુર સ્વર પ્રાપ્ત થાય તે સુસ્વર નામ કમ. (૯) અદેય-જેનાથી જીવનું વચન ઉપાદેય બને, દર્શન માત્રથી સત્કાર–સન્માન થાય, તે આઠેય નામ કર્મ. (૧૦) યશ-જેનાથી યશ-કીર્તિ–સ્થાતિ. મળે તે યશ નામ કમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org