________________
પ૨૪
શ્રી તત્ત્વાર્થાધિગમ સત્ર અને તેઉકાયના જીવે અન્ય સ્થાને જઈ શકે છે. પણ તેમાં તેમની ઈચ્છા કારણ નથી. કિન્તુ સ્વાભાવિક રીતે ગતિ થાય છે. આથી તેમને આ કર્મને ઉદય ન હોય. (૨) બાદર – જેનાથી બાદર (સ્થૂલ) શરીર પ્રાપ્ત થાય તે બાદર નામ કર્મ
(૩) પર્યાપ્ત–જેનાથી સ્વપ્રાગ્ય સર્વ પર્યાપ્તિએ પૂર્ણ થાય તે પર્યાપ્ત નામ કર્મ. પર્યાપ્તિ એટલે પુગલના ઉપચયથી ઉત્પન્ન થયેલી તે તે પુદ્ગલના ગ્રહણ અને પરિણમનમાં કારણભૂત શક્તિ વિશેષ. પતિઓ છ છે. આહારપર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઈદ્રિયપર્યાપ્તિ, શ્વાસોશ્વાસપર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને મનઃપર્યાપ્તિ. (૧) જીવ જે શક્તિથી બાહ્ય પુદ્ગલેને આહાર ગ્રહણ કરીને તે પુદ્ગલેને ખલ (–મળ) અને રસ રૂપે પરિણુમાવે તે શક્તિ આહાર પર્યાપ્તિ. (૨) રસ રૂપે થયેલા આહારને લેહી આદિ ધાતુ રૂપે પરિણમાવવાની શક્તિ એ શરીર પર્યાપ્તિ. (૩) ધાતુ રૂપે પરિણમેલા આહારને ઇદ્રિ રૂપે પરિણમાવવાની શક્તિ એ ઇંદ્રિય પર્યાપ્તિ. (૪) જે શક્તિથી શ્વાસોશ્વાસ પ્રાગ્ય વર્ગણના પુદ્ગલેને ગ્રહણ કરીને શ્વાસે શ્વાસ રૂપે પરિણુમાવી તે જ પુદ્ગલેના આલંબનથી તે પુદ્ગલેને છેડી દે તે શક્તિ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. (૫) ભાષાપ્રાગ્ય વર્ગણાના પુદ્ગલેને ગ્રહણ કરી ભાષા રૂપે પરિણુમાવી તે જ પુદ્ગલેના આલંબનથી તે જ પુદ્ગલોને છોડી દેવાની શક્તિ તે ભાષાપર્યાપ્તિ. (૬) મનપ્રાગ્ય વર્ગણાના પુદ્ગલેને ગ્રહણ કરી મન રૂપે પરિણુમાવી તે જ પુદ્ગલેના આલંબનથી તે પુદ્ગલોને છોડી દેવાની શક્તિ તે મન પર્યાતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org