________________
આઠમે અધ્યાય
પર નવી મદદની જરૂર પડે છે. અહીં બીજા વગેરે સમયમાં (આકાશ પ્રદેશની શ્રેણિ અનુસાર ગમન કરવામાં) જે કર્મ નવી મદદ આપે છે તેને આનુપૂવી નામ કમી કહેવામાં આવે છે. જીવ ચારગતિમાં ઉત્પન્ન થાય છે માટે તે ચારગતિના નામ પૂર્વક ચાર આનુપૂવી છે. દેવગતિ-આનુપૂર્વી, મનુષ્યગતિ–આનુપૂર્વી, તિર્યંચગતિ–આનુપૂવી અને નરગતિ આનુપૂવી. જે કર્મ વક્રગતિથી દેવગતિમાં જતા જીવને ઉત્પત્તિસ્થાને પહોંચવામાં (–આકાશ પ્રદેશની શ્રેણિ અનુસાર ગમન કરવામાં) મદદ કરે તે દેવગતિ–આનુપૂવી કર્મ. એ પ્રમાણે અન્ય આનુપૂવી કર્મની વ્યાખ્યા પણ જાણું લેવી.
(૧૪) વિહાગતિ– 'વિહાગતિ શબ્દમાં બે શબ્દો છે. વિહાયસ્ અને ગતિ. વિહાયસ્ એટલે આકાશ. આકાશમાં થતી ગતિ વિહાગતિ. વિહાગતિ શબ્દને આ શબ્દાર્થ છે. એને ભાવાર્થ ગતિ કરવી એવે છે. જેની ગતિ (ચાલ) શુભ અને અશુભ એમ બે પ્રકારની છે. આથી વિહાગતિ નામ કર્મના શુભવિહાગતિ અને અશુભવિહાગતિ એમ બે ભેદ છે. જે કર્મના ઉદયથી જીવ શુભ (પ્રશસ્ત) ગતિ કરે છે તે શુભવિહાગતિ નામ કર્મ. જેમકે-હંસ, ગજ વગેરેની ગતિ શુભ હોય છે. જે કર્મના ઉદયથી જીવ અશુભ (–અપ્રશસ્ત) ગતિ કરે છે તે અશુભ
૧. અહીં વિહાગતિ શબ્દનો અર્થ પ્રથમ કર્મગ્રંથની ટીકાના આધારે કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org