________________
૪૯૬
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ચક્ષુ, અચકું, અવધિ અને કેવલ એ ચાર દશનના ચાર આવરણે, તથા નિકા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને ત્યાનદિ એ પાંચ વેદનીય એમ દર્શનાવરણ પ્રકૃતિના નવ ભેદે છે.
(૧) જેનાથી ચક્ષુદ્વારા રૂપનું (સામાન્ય) જ્ઞાન ન કરી શકાય તે ચક્ષુદર્શનાવરણ. (૨) અચક્ષુ શબ્દથી ચક્ષુ સિવાય ચાર ઈદ્રિયે અને મન ગ્રહણ કરવામાં આવે છે. જેનાથી. સ્પર્શનેંદ્રિય આદિ ચાર ઇદ્રિ તથા મન દ્વારા પિત– પોતાના વિષયનું (સામાન્ય) જ્ઞાન ન થઈ શકે તે અચક્ષુદર્શનાવરણ. (૩) જે કર્મના ઉદયથી અવધિદર્શનરૂપ સામાન્ય જ્ઞાન ન થઈ શકે તે અવધિદર્શનાવરણ. (૪) જેનાથી કેવલદર્શન રૂપ સામાન્ય જ્ઞાન ન થઈ શકે તે કેવલ દર્શનાવરણ.
પૂર્વે આ અધ્યાયના પાંચમા સૂત્રમાં આપણે જોઈ ગયા છીએ કે સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે બંધ થાય છે. તેમાં સામાન્ય બેધ તે દર્શન અને વિશેષ બોધ તે જ્ઞાન છે. - જ્ઞાન વિશે પ્રથમ અધ્યાયમાં આપણે જોઈ ગયા છીએ કે મતિજ્ઞાનમાં ઇદ્ધિની અને મનની જરૂર છે. પાંચ ઈદ્રિય અને મન દ્વારા થતું મતિજ્ઞાન સામાન્ય અને વિશેષ એમ ઉભય રૂપ છે. પાંચ ઈંદ્રિય અને મનની સહાયતાથી પ્રથમ સામાન્ય મતિજ્ઞાન થાય છે, પછી વિશેષ મતિજ્ઞાન થાય છે. તેમાં ચક્ષુ ઇંદ્રિયથી રૂપનું સામાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org