________________
૪૯૪
શ્રી તાર્યાધિગમ સત્ર સાચવવી, તેના ઉપર રાગ-દ્વેષ કરવા વગેરે પરભાવમાં રમે છે. આત્માને પાંચમે ગુણ અક્ષય સ્થિતિ છે. આ ગુણના પ્રભાવે આત્માને નથી જન્મ, નથી જરા, કે નથી મરણ. છતાં આયુષ્ય કર્મના કારણે આત્માને જન્મ-મરણ કરવાં પડે છે. આત્માને છઠ્ઠો ગુણ અરૂપિપણું (રૂપને અભાવ). આત્મામાં આ ગુણ હોવાથી આત્માને નથી રૂપ, નથી રસ નથી -ગંધ, કે નથી સ્પર્શ. છતાં અત્યારે આપણે શરીરધારી છીએ એથી કૃષ્ણ, શ્વેત વગેરે રૂપ, તથા મનુષ્યાદિ ગતિ, યશ, અપયશ, સુસ્વર, દુઃસ્વર વગેરે જે વિકારે દેખાય છે તે છઠ્ઠી નામ પ્રકૃતિના કારણે છે. આત્માને સાતમે ગુણ અગુરુલઘુતા છે. આ ગુણથી આત્મા નથી ઉચ્ચ, કે નથી નીચ. છતાં અમુક વ્યક્તિ ઉચ્ચ કુળમાં જન્મેલી છે, અમુક વ્યક્તિ નીચ કુળમાં જન્મેલી છે, એ પ્રમાણે જે ઉચ્ચનીચ કુળને વ્યવહાર થાય છે તે સાતમી ગેત્ર પ્રકૃતિના કારણે છે. આત્માને આઠમો ગુણ અનંતવીર્ય છે. આ ગુણથી આત્મામાં અતુલ અનંત શક્તિ છે. છતાં અત્યારે એ અતુલ સામર્થ્યને અનુભવ કેમ નથી થતો? અંતશય પ્રકૃતિથી એ શક્તિને અભિભવ થઈ ગયેલ છે. આ પ્રમાણે આઠ કર્મોને અનુક્રમે આત્માના આઠ ગુણોને દબાવીને આત્મામાં વિકૃતિ કરવાને સ્વભાવ છે. [૫]
૧. આ આઠ પ્રકૃતિના નામ સાર્થક છે–તેમના કાર્ય (ફળ) પ્રમાણે છે. આ હકીકતને નિદેશ ગ્રંથકાર સ્વયં આ અધ્યાયના ૨૩ મા સૂત્રમાં કરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org