________________
૫૧૫
આઠમે અધ્યાય એકેદ્રિય જાતિ નામ કર્મ. એ પ્રમાણે બેઈદ્રિય આદિમાં પણ જાણવું.
(૩) શરીર-શરીરના પાંચ ભેદ છે. ઔદારિક, વૈક્રિય, આકાર, તેજસ અને કાર્માણ. જે કર્મના ઉદયથી જીવ ઔદારિક શરીર એગ્ય પુદ્ગલે ગ્રહણ કરીને ઔદારિક શરીરરૂપે પરિણુમાવે તે ઔદારિક શરીર નામ કમ. એ પ્રમાણે વૈક્રિય આદિ વિશે પણ જાણવું.
(૪) અંગે પાંગ-અંગોપાંગ શબ્દમાં અંગ અને ઉપાંગ એમ બે શબ્દો છે. હાથ પગ વગેરે શરીરના અંગે છે. આંગળી વગેરે ઉપાંગે (અંગેના અંગે) છે. અંગેપાંગ ત્રણ પ્રકારનાં છે. ઔદારિક, વૈક્રિય અને આહારક. જે કર્મના ઉદયથી દારિક શરીરરૂપે ગ્રહણ કરેલા પુદુગલો ઔદારિક શરીરનાં અંગ અને ઉપાંગ રૂપે પરિણમે છે તે ઔદારિક અંગેપાંગ નામ કર્મ. એ પ્રમાણે અન્ય એ આંગે પાંગ વિશે પણ જાણવું. શરીર પાંચ હેવા છતાં અંગે પાંગ ત્રણ છે. કારણ કે કાર્પણ અને તેજસ શરીરને અંગે પાંગ હતાં નથી.
(૫) બંધન-બંધન એટલે જતુ–કાષ્ઠની જેમ એકમેક સંગ. બંધનના પાંચ ભેદ છે. ઔદારિક, વૈકિય, આહારક
૧. ઔદારિક આદિ પાંચ શરીરના વિસ્તૃત વર્ણન માટે જુઓ અચાય ૨ સૂત્ર ૩૭ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org