________________
૫૧૦
શ્રી તસ્વાર્થાધિગમ સૂત્ર તેમ સંજવલન માયા જલદી દૂર થાય છે. પ્રત્યાખ્યાનાવરણ માયા બળદ આદિના મૂત્રની ધારા સમાન છે. જેમ મૂત્રની ધારા (તાપ આદિના ગે) જરા વિલંબે નાશ પામે છે તેમ આ માયા થડા વિલંબે નાશ પામે છે. અપ્રત્યાખ્યાન માયા ઘેટાના શિંગડા સમાન છે. જેમ ઘેટાના શિંગડાની વક્રતા કષ્ટથી દૂર થાય છે, તેમ આ માયા ઘણા કષ્ટથી દૂર થાય છે. અનંતાનુબંધી માયા ઘનવાંસના મૂળિયા સમાન છે. જેમ ઘનવાંસના મૂળિયાની વકતા દૂર થઈ શકતી નથી તેમ અનંતાનુબંધી માયા પ્રાયઃ દૂર થતી નથી. જેમ ઈંદ્રિધનુષ્યની રેખા વગેરે વક્ર હોય છે તેમ માયાવી જીવ વક્ર હોય છે. આથી અહીં માયાને ઇંદ્રધનુષ્યની રેખા આદિની ઉપમા આપી છે.
લેભ-સંજવલન લેભ હળદરના રંગ સમાન છે. વસ્ત્રમાં લાગેલે હળદરને રંગ સૂર્યનો તાપ લાગવા માત્રથી શીધ્ર નીકળી જાય છે, તેમ સંજવલન લેભ કષ્ટ વિના શીવ્ર દૂર થાય છે. પ્રત્યાખ્યાનાવરણ લેભ દિવાની મેષ સમાન છે. જેમ વસ્ત્રમાં લાગેલી દીવાની મેષ (કાજળ) જરા કષ્ટથી દૂર થાય છે તેમ આ લેભ થડા કષ્ટથી વિલંબે દૂર થાય છે. અપ્રત્યાખ્યાન લેભ ગાડાના પૈડાની મળી સમાન છે. -વસ્ત્રમાં લાગેલી ગાડાના પૈડાની મળી જેમ ઘણું કષ્ટથી દૂર થાય છે, તેમ આ લાભ પણ ઘણુ કષ્ટથી દૂર થાય છે. અનંતાનુબંધી લેભ કુમિરંગ (કરમજી રંગ) સમાન છે. જેમ વસ્ત્રમાં લાગેલ કરમજી રંગ વસ્ત્ર નાશ પામે ત્યાં સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org