________________
આમા અધ્યાય
૪૮૭
સ્થિતિબ`ધ-કર્માણુઓના આત્માની સાથે સંબંધ થાય છે તે વખતે જેમ તે તે કર્માંણુઓમાં આત્માના તે તે ગુણેાને આવરવા વગેરેનો સ્વભાવ નિયત થાય છે તેમ, તે તે કર્માંણુએમાં એ સ્વભાવ ક્યાં સુધી રહેશે, અર્થાત્ તેતે ક આત્મામાં કેટલા સમય સુધી અસર કરશે, તે તે તે પણ તે જ વખતે નક્કી થઈ જાય છે. કર્માંણુઓમાં આત્માને અસર પહોંચાડવાના કાળનો નિર્ણય તે સ્થિતિમ ધ
કર્મીની સ્થિતિના ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ મુખ્ય બે ભેદો છે. વધારેમાં વધારે સ્થિતિ(–જેનાથી વધારે સ્થિતિ ન હાય) તે ઉત્કૃષ્ટ સ્થિતિ. આછામાં આછી સ્થિતિ(–જેનાથી આછી સ્થિતિ હોય જ નહિ) તે જઘન્ય સ્થિતિ. ૧
રસમધ-હવે ત્રીજા રસબંધ વિશે વિચારણા કરવાની બાકી રહે છે. તે તે કર્મોમાં આત્માના તે તે ગુણુને દખાવવા વગેરેનો સ્વભાવ છે. પણ તે સ્વભાવ દરેક વખતે સમાન હોતા નથી, ન્યૂન-અધિક પણ હોય છે. દા. ત. મદ્યમાં કેફ કરવાના સ્વભાવ છે. પણ દરેક પ્રકારનું મદ્ય એક સરખા કેફને ઉત્પન્ન કરતું નથી. અમુક પ્રકારનુ મદ્ય અતિશય કેક્ ઉત્પન્ન કરે છે. અમુક પ્રકારનું મદ્ય તેનાથી આછા કેને કરે છે. અમુક મદ્ય તેનાથી પણ ન્યૂન કૈફ ઉત્પન્ન કરે છે. એમ કર્મોના આત્મગુણ્ણાને દબાવવા વગેરે સ્વભાવમાં પશુ તરતમતા હાય છે. અર્થાત્ કર્મોના
૧. મૂળ ક્ષા કર્મીની ઉત્કૃષ્ટ અને જધન્ય સ્થિતિ આ અમ્મામમાં ૧૫ થી ૨૧ સૂત્રમાં ગ્રંથકાર સ્વમ" કહેશે,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org