________________
શ્રી તસ્વાથધિગમ સૂત્ર અને કર્મના અણુઓની વહેંચણે એ ચાર બાબતે નક્કી થાય છે. એ ચારને ક્રમશઃ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ કહેવામાં આવે છે.
પ્રકૃતિબંધ-પ્રકૃતિ એટલે સ્વભાવ. કર્મના જે આશુઓને આત્માની સાથે સંબંધ થયો તે અણુઓમાં કયા કયા અણુઓ આત્માના કયા કયા ગુણને દબાવશે? આત્માને કેવી કેવી અસર પહોંચાડશે ? એમ એમના સ્વભાવને નિર્ણય થાય છે. કર્માણુઓના સ્વભાવનિર્ણયને પ્રકૃતિબંધ કહેવામાં આવે છે. આત્માના અનંત ગુણે છે. તેમાં મુખ્ય ગુણ અનંતજ્ઞાન વગેરે આઠ છે. કર્માણુઓને આત્માની સાથે સંબંધ થાય છે, એટલે કે પ્રદેશબંધ થાય છે, ત્યારે બંધાયેલા કર્માણુઓમાંથી અમુક અણુઓમાં જ્ઞાનગુણને અભિભવ કરવાને દબાવવાનો) સ્વભાવ નિયત થાય છે. અમુક કર્માણએમાં દર્શનગુણને આવરવાનો (દબાવવાનો સ્વભાવ નક્કી થાય છે. અમુક કમણુઓમાં આત્માના અવ્યાબાધ સુખને રેકીને બાહ્ય સુખ યા દુઃખ આપવાનો સ્વભાવ નિયત થાય છે. કેટલાંક કર્માણમાં ચારિત્રગુણને દબાવવાને ગુણ નક્કી થાય છે. આ પ્રમાણે અન્ય ગુણ વિશે પણ સમજવું. કર્માણુઓના આ સ્વભાવને આશ્રયીને આત્માની સાથે બંધાયેલા કર્માણુઓના મૂળ પ્રકારો આઠ પડે છે અને ઉત્તર પ્રકારે ૧૨૦ પડે છે. આથી મૂળ પ્રકૃતિબંધ આઠ પ્રકારે અને ઉત્તર પ્રકૃતિબંધ ૧૨૦ પ્રકારે છે.૧
૧. મૂળ અને ઉત્તર પ્રવૃતિઓનું સ્વરૂપ હવે પછીના સત્રથી શરૂ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org