________________
४८४
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર તેમાં આસવનાં કારણે અત્રત વગેરેના ક્રમમાં કઈ ખાસ હેતુ નથી. જ્યારે બંધનાં કારણે મિથ્યાત્વ વગેરેના ક્રમમાં ખાસ હેતુ રહેલો છે. મિથ્યાત્વ વગેરે હેતુઓને ક્રમ આધ્યાત્મિક વિકાસને નજર સામે રાખીને જણાવવામાં આવ્યો છે. મિથ્યાત્વાદિ હેતુઓ જણાવવા દ્વારા આધ્યામિક વિકાસ કેવી રીતે સાધવે તે જણાવવામાં આવ્યું છે. જેમ જેમ હેતુઓને અભાવ થતું જાય છે તેમ તેમ સાધક ક્રમશઃ અધિક અધિક વિકાસ સાધતો જાય છે. સાધકે સર્વ પ્રથમ મિથ્યાત્વને નાશ કરવું જોઈએ. બાદ ક્રમશઃ અવિરતિ વગેરેને નાશ થઈ શકે છે. આથી પછી પછીના બંધહેતુઓ વિદ્યમાન હોય ત્યારે નીચે નીચેના બંધ હેતુઓ હોય કે ન પણ હોય. પણ નીચેના બંધ હેતુઓ વિદ્યમાન હોય ત્યારે ઉપરના બંધ હેતુઓ અવશ્ય હોય છે.
સારાંશ-સૂદ્દમદષ્ટિએ બંધનાં કષાય અને યોગ એ બે જ કારણે છે, તથા આસવનાં અને બંધનાં કારણે સમાન છે, છતાં સામાન્ય અભ્યાસીની સુગમતા માટે અહીં બંધના કારણે પાંચ જણાવ્યાં છે, તથા આશ્રવનાં અને બંધનાં હેતુઓ જુદા જુદા જણાવ્યા છે. આસવનાં કારણેના ક્રમમાં કઈ ખાસ કારણ નથી. બંધનાં કારણેને કેમ કારણેના નાશની અપેક્ષાએ છે. [૧]
બંધની વ્યાખ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org