________________
સાતમે અધ્યાય
૪૫૯ અહીં સર્વત્ર સાક્ષાત્ તે નિયમને ભંગ થયે છે. પણ હૃદયમાં વ્રત ભંગના ભયના કારણે વ્રત સાપેક્ષ હેવાથી અપેક્ષાએ વ્રતભંગ નથી. આથી પ્રમાણને અતિક્રમ-ઉલંઘન અતિચાર છે. [૨૪]
છઠ્ઠા વતના અતિચારોऊर्ध्वाधस्तिर्यग्व्यतिक्रम-क्षेत्रवृद्धि-स्मृत्यातर्धानानि ॥७-२५॥
ઊર્ધ્વ, અધે અને તિર્યગ્ન એ ત્રણ દિશાના પ્રમાણમાં વ્યતિક્રમ તથા ક્ષેત્રવૃદ્ધિ અને સ્મૃત્યન્તર્ધાન એ પાંચ દિગ્વિરતિ વ્રતના અતિચારો છે.
(૧) ઊર્વ વ્યતિક્રમ–ઉપરની દિશામાં પર્વતાદિ ઉપર ભૂલથી ધારેલ પ્રમાણથી અધિક દૂર જવું. (૨) અધ વ્યતિક્રમ-નીચેની દિશામાં કૂવા આદિમાં ભૂલથી ધારેલ. પ્રમાણથી અધિક દૂર જવું. (૩) તિર્થવ્યતિક્રમ-તિષ્ણુ પૂર્વ આદિ આઠ દિશામાં ભૂલથી ધારેલ પ્રમાણુથી અધિક દૂર જવું. આ ત્રણે ભૂલથી થાય તે અતિચાર છે. જાણે ઈને કરે તે સર્વથા વ્રતભંગ થાય છે.
(૪) ક્ષેત્રવૃદ્ધિ–એક દિશાનું પ્રમાણુ બીજી દિશામાં નાંખીને બીજી દિશાના પ્રમાણમાં વૃદ્ધિ કરવી. દા. ત. પૂર્વ અને પશ્ચિમ દિશામાં ૫૦-૫૦ માઈલનું પ્રમાણ ધાર્યા બાદ પૂર્વ દિશામાં ૬૦ માઈલ જવાની જરૂર પડતાં પશ્ચિમ દિશામાંથી ૧૦ માઈલ લઈને પૂર્વ દિશામાં ઉમેરે. અહીં નિયમભંગ થવા છતાં કુલ સંખ્યા કાયમ રહેવાથી અપેક્ષાએ અતિચાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org