________________
૪૦
આઠમે અધ્યાય આભિગ્રહિક મિથ્યાત્વ જૈનદર્શન સિવાય બૌદ્ધ આદિ કઈ એક દર્શનના આગ્રહવાળાને હેય છે. જ્યારે આભિનિવેશિક મિથ્યાત્વ જૈનદર્શનને પામેલાને હોય છે. જેમ કે જમાલિ.
(૪) સાંશયિક-સત્ય દેવ, ગુરુ અને ધર્મમાં સત્ય હશે કે નહિ એવી શંકા સશયિક મિથ્યાત્વ છે. અહીં અવિશ્વાસ એ મુખ્ય કારણ છે.(૫)અનાભોગિક-અભેગ એટલે અજ્ઞાનતા. અજ્ઞાનતાના યેગે તો પ્રત્યે અશ્રદ્ધા (=શ્રદ્ધાનો અભાવ કે વિપરીત શ્રદ્ધા) તે અગિક મિથ્યાત્વ. અહીં સમજણ શક્તિનો અભાવ મુખ્ય કારણ છે. આ મિથ્યાત્વ એકેદ્રિય આદિને તથા કઈ એક વિષયમાં અનાભાગના કારણે વિપરીત શ્રદ્ધા ધરાવનાર સાધુ યા શ્રાવકને હોય છે. અનાભેગના કારણે વિપરીત શ્રદ્ધા ધરાવનારને જે કંઈ સમજાવે તો તે પોતાની ભૂલ સુધારી લે છે. કારણ કે તે આગ્રહ રહિત હોય છે. અન્યને સમજાવવા છતાં સમજાવનારની દલીલ વગેરે તેને સત્ય ન જણાય તેથી વિપરીત શ્રદ્ધા ધરાવે એ બને. પણ સમજાવનારની દલીલ વગેરે સત્ય છે એમ જણાયા પછી પોતાની ભૂલને અવશ્ય સ્વીકાર કરી લે.
અહીં અશ્રદ્ધાના બે અર્થ છે. (૧) વિપરીત શ્રદ્ધા અને (૨) શ્રદ્ધાને અભાવ. તેમાં પ્રથમનાં ત્રણ મિથ્યાત્વમાં વિપરીત શ્રદ્ધા રૂપ અશ્રદ્ધા છે. ચેથા મિથ્યાવમાં મિશ્રભાવ છે, એટલે કે શ્રદ્ધાને બિલકુલ અભાવ નથી, તેમ પૂર્ણ શ્રદ્ધા પણ નથી. આમાં વિપરીત શ્રદ્ધાને બિલકુલ અભાવ છે. પાંચમા મિથ્યાત્વમાં એકેન્દ્રિય આદિ જેને (જેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org