________________
૪૮૦
શ્રી તત્વાર્થાધિગમ સત્ર કોઈ પણ દશનનેધર્મને પામ્યા નથી.) શ્રદ્ધાના અભાવ રૂપ મિથ્યાત્વ છે. કદાગ્રહ રહિત સાધુ તથા શ્રાવકને (જે મિથ્યાત્વ હોય તો) વિપરીત શ્રદ્ધા રૂપ મિથ્યાત્વ હોય.
(૨) અવિરતિ-વિરતિને અભાવ તે અવિરતિ. હિંસા આદિ પાપોથી નિવૃત્તિ એ વિરતિ છે. આથી અહિંસા આદિ પાપથી અનિવૃત્તિ એ અવિરતિ છે.
(૩) પ્રમાદ-ભૂલી જવું, ધાર્મિક અનુષ્ઠાને માં ઉત્સાહને અભાવ, આર્તધ્યાન, રૌદ્રધ્યાન (અશુભ વિચાર) તથા એનાથી થતી પ્રવૃત્તિ વગેરે પ્રમાદ છે. શાસ્ત્રોમાં મધ (–મદ અથવા માદક આહાર), વિષય (–ઇન્દ્રિયને સ્પર્શ આદિ પાંચ વિષ), કષાય (ક્રોધાદિ ચાર), નિદ્રા, અને વિકથા (સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા, રાજકથા એ ચાર) એમ પાંચ પ્રકારનો પ્રમાદ બતાવવામાં આવ્યું છે. ર પ્રકા રાંતરથી આઠ પ્રકારને પણ પ્રમાદ બતાવવામાં આવ્યું છે. અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, મતિભ્રંશ (ભૂલી
૧. વાર્થ સૂત્રના ભાષ્યમાં મિથ્યાત્વના સંક્ષેપમાં અભિગૃહીત અને અનભિગ્રહીત એમ બે ભેદ જ બતાવવામાં આવ્યા છે. અભિગૃહીત એટલે સ્વીકારેલ. મતિ અજ્ઞાન આદિના યોગે કોઈ એક અસત્ય દર્શનને આ જ સત્ય છે એ સ્વીકાર તે અભિગૃહીત મિથ્યાવ. તે સિવાયનું મિથ્યાત્વ અનભિગ્રહીત મિથ્યાત્વ. જેમણે કઈ પણ દર્શનનો સ્વીકાર કર્યો નથી તેવા એકેદ્રિય આદિ છોને અનભિગૃહીત હોય છે. २. मज्जं विषय-कषाया निदा विकहा य पञ्चमी भणिया। पए पश्च पमाया जीवं पाडंति संसारे ॥ १ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org