________________
સાતમે અધ્યાય
૪૭૫. “પધારો પધારે! અમુકને જોગ છે, અમુકને લાભ આપે.” એમ આદરપૂર્વક દાન આપે. (૩) હર્ષ–સાધુને જોઈને અથવા સાધુ કઈ વસ્તુ માંગે ત્યારે હર્ષ પામે. વસ્તુનું દાન કરતાં હર્ષ પામે. આપ્યા પછી પણ અનુદના કરે. આમ દાન આપતાં પહેલાં, આપતી વખતે અને આપ્યા પછી પણ હર્ષ પામે. (૪) શુભાશય-પિતાના આત્માને. સંસારથી નિસ્તાર કરવાના આશયથી દાન આપે.
(૫) વિષાદને અભાવ–આપ્યા પછી મેં ક્યાં આપી દીધું ? વધારે આપી દીધું ! એમ પશ્ચાત્તાપ ન કરે. કિન્તુ વતીના (તપસ્વીના ઉપયોગમાં આવે એ જ મારું છે, મારી. વસ્તુ ત પરવીના પાત્રમાં ગઈ એ મારે અહે ભાગ્ય ! એમ અનુમોદના કરે.૧
(૬) સંસાર સુખની ઇચ્છાને અભાવ-દાન આપીને તેના ફળ રૂપે કઈ પણ જાતના સંસાર સુખની ઈચ્છા ન રાખે.
(9) માયાને અભાવ-દાન આપવામાં કઈ જાતની માયા ન કરે. સરળભાવથી દાન કરે.
(૮) નિદાનને અભાવ-દાનના ફળ રૂપે પરલોકમાં સ્વર્ગાદિના સુખની માગણી ન કરે.
સુખની ઈચ્છાને અભાવ અને નિદાનને અભાવ એ
૧. ઉપર જણાવેલા ચાર ગુણોમાંથી હર્ષ ગુણ આવે તે વિવાદ દોષ જાય.
૨. ઉપર જણાવેલા ચાર ગુણોમાંથી શુભાશય આવે તે. સંસાર સુખની ઈરછા અને નિદાન એ બે દેષ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org