________________
સાતમે અધ્યાય
૪૬૯ અનાભેગી આદિથી સચિત્ત આહાર વાપરે તે અતિચાર. પણું જે જાણી જોઈને વાપરે તે વ્રતભંગ થાય. (૨) સચિત્ત સંબદ્ધ આહાર-દળિયા, ગોટલી આદિ સચિત્ત બીજ યુક્ત બેર, કેરી વગેરે આહાર વાપરે. અહીં ઠળિયા, ગેટલી આદિ છેડી દે છે–મેંમાંથી બહાર કાઢી નાંખે છે. માત્ર ફળને અચિત્ત ગર્ભ–સાર વાપરે છે. આ દષ્ટિએ વતને ભંગ નથી. પણ વતનું ધ્યેય (જીવ રક્ષા) સચવાતું નથી. એથી પરમાર્થથી તે વ્રતભંગ છે. આમ અહીં આંશિક વ્રતભંગ અને આંશિક વ્રત પાલન હેવાથી અતિચાર લાગે છે. (૩) સચિત્ત સંમિશ્ર આહાર-થોડે ભાગ સચિત્ત અને છેડે ભાગ અચિત્ત હોય તે આહાર કરે. દા. ત. તલ, ખસખસ આદિથી યુક્ત મેદક આદિને આહાર કરે. (૪) અભિષવ–આહાર-મદ્ય આદિ માદક આહાર કરે. અથવા કીડી, કુંથુ આદિ સૂક્ષ્મ જીવથી યુક્ત ખોરાકને આહાર કર. (૫) દુપકવ-આહારબબર ન રંધાવાથી કંઈક પકવ અને કંઈક અપકવ કાકડી વગેરેને આહાર ક.
ધર્મરત્ન પ્રકરણ વગેરે ગ્રંથમાં અહીં બતાવેલા છેલ્લા ત્રણ અતિચારેના સ્થાને અપકવૌષધિ–ભક્ષણતા, દુપકવૌષધિ–ભક્ષણતા અને તુચ્છૌષધિ-ભક્ષણતા એ ત્રણ અતિચારેને ઉલ્લેખ છે. (૩) અપકવૌષધિ –રાંધ્યા
૧. સચિત્તને ત્યાગ છે એમ ખ્યાલમાં ન રહેવું. અથવા આ વસ્તુ સચિત્ત છે એમ ખ્યાલમાં ન રહેવું...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org