________________
સાતમે અધ્યાય
૪૫૬ આપવાં વગેરે રીતે ચારને ચેરી કરવાનું ઉત્તેજન આપવું તે અતિચાર છે.
(૨) તદાતાદાન–ચોરે એરી લાવેલી વસ્તુ મફત કે વેચાતી લેવી.
સ્તનપ્રયોગ અને તદાહતાદાનમાં પિતે ચોરી કરતું નથી, પણ ચેરીમાં ઉત્તેજન આપતું હોવાથી પરમાર્થ દષ્ટિએ આંશિક વતભંગ થવાથી આ અતિચાર છે.'
(૩) વિરુદ્ધ રાજ્યોતિક્રમ-રાજ્યને નિષેધ છતાં છૂપી રીતે અન્ય રાજ્યમાં પ્રવેશ કરે, દાણચેરી કરવી, જકાતની ચોરી કરવી વગેરે રાજ્ય વિરુદ્ધ કાર્યોને આમાં સમાવેશ થાય છે. અહીં રાજ્યવિરુદ્ધ કર્મ કરનારને ચારીને દંડ થતું હોવાથી અદત્તાદાનવ્રતને ભંગ છે. પણ હું તે વેપાર કરું છું ઈત્યાદિ બુદ્ધિથી વ્રત સાપેક્ષ હોવાથી તથા લેકમાં ચર છે એમ કહેવાતું નહિ હોવાથી (આંશિક વ્રત ભંગ હોવાથી) વિરુદ્ધરાજ્યાતિકમ અતિચાર છે.
(૪) હીનાધિક માનેમાન-છૂપી રીતે ખોટાં નાનાં મેટાં માપ –તેલાં રાખી મૂકે. જ્યારે વસ્તુ ખરીદવાની હોય 1. चौरश्चौरापको मन्त्री भेदन: काणकक्रयी।
अन्नदः स्थानदश्चेति चौरः सप्तविधः स्मृतः॥ ચેરી કરનાર, ચેરી કરાવનાર, ચોરી માટે મસલત કરનાર, ચોરીના ભેદને જાણનાર, ચેરીના માલને ખરીદનાર, ચોરને અન્નપાછું આપનાર, ચેરને આશ્રય આપનાર–એમ ચોરના સાત પ્રકારો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org