________________
૪૫૪
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અથવા પોતે પૈસા આપી છેડે ટાઈમ પોતાની સ્ત્રી કરીને વેશ્યાગમન કરવું તે ઈશ્વરપરિગ્રહીતાગમન. અહીં ભાડું આપી છેડા ટાઈમ માટે પોતાની સ્ત્રી કરીને રાખી હવાથી મારી પોતાની સ્ત્રી છે એ દષ્ટિએ આ અતિચાર છે.
(૩) અપરિગ્રહીતા ગામન-જેને કેઈએ સ્ત્રી તરીકે સ્વીકાર ન કર્યો હોય તે અપરિગૃહતા. વેશ્યા, પ્રેષિતભર્તૃકા (જેને પતિ પદેશ ગયે છે તેવી સ્ત્રી), અનાથ સ, કુમારિકા વગેરે અપરિગ્રહીતા સ્ત્રીને ઉપભેગ કરે તે અપરિગ્રહીતાગમન. લેકમાં વેશ્યા વગેરે પરસ્ત્રી રૂપે ગણાય છે. પણ જેને કેઈ ધણું ન હોય તે પરસ્ત્રી કહેવાય એમ ધારીને વેશ્યા આદિનું સેવન કરનાર વ્યક્તિની દષ્ટિએ વ્રતભંગ ન થવાથી આ અતિચાર છે.
આ બે અતિચાર પરસ્ત્રીને ત્યાગ કરનારની અપેક્ષાએ છે. સ્વદારા–સંતેષ રૂપ વ્રત ગ્રહણ કરનારની અપેક્ષાએ તે આ બે સર્વથા વ્રતભંગ રૂપ છે. કારણ કે તેણે વસ્ત્રી સિવાય બધી સ્ત્રીઓને ત્યાગ કર્યો છે. સ્ત્રીને “સ્વપતિ સંતોષ” રૂપ એક જ વ્રત હોવાથી તેને પણ આ બે અતિચાર સામાન્યથી ન હોય. અપેક્ષાએ તે તેને પણ આ બે અતિચાર હેઈ શકે. જ્યારે પિતાના પતિને શેકે વારાના દિવસે પરિગ્રહીત કર્યો હોય ત્યારે તેના વારાને ઉલ્લંધી પતિ સાથે સંભોગ કરતાં પ્રથમ અતિચાર (ઈસ્વર પરિગ્રહીતગમન) લાગે અને પરપુરુષ તરફ વિકારદષ્ટિથી જુએ, તેના તરફ આકર્ષાય વગેરે પ્રસંગે બીજે અતિચાર લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org