________________
સાતમે અધ્યાય
સત્ય હોવા છતાં તે હકીકતના પ્રકાશનથી સ્વ–પરને દ્વેષ, આપઘાત, લડાઈ, કલેશ-કંકાસ વગેરે મહાન અનર્થ થવાને સંભવ છે. એટલે આંશિક વતભંગ હોવાથી તે અતિચાર રૂપ છે.
સાકાર મંત્રભેદ અને સ્વદારા મંત્રભેદ (યા વિશ્વસ્ત મંત્રભેદ)માં તફાવત-સાકાર મંત્ર ભેદ અને સ્વદારા મંત્ર ભેદ એ બંનેમાં વિશ્વાસુની ગુપ્ત હકીકતનું બહાર પ્રકાશન કરવું એ અર્થ સમાન છે. પણ ગુપ્ત હકીકતને જાણવામાં ભેદ છે. સાકાર મંત્ર ભેદમાં શરીચેષ્ટા, પ્રસંગ, વાતાવરણ વગેરે દ્વારા ગુપ્ત હકીકતને જાણે છે. જ્યારે સ્વદારામંત્રભેદમાં વિશ્વાસુ વ્યક્તિ જ તેને પિતાની હકીકત જણાવે છે.
સાકારમંત્રભેદ અને રહસ્યાભ્યાખ્યાનમાં ભેદસાકાર મંત્ર ભેદ અને રહસ્યાભ્યાખ્યાન એ બંનેમાં ગુપ્ત હકીકતનું પ્રકાશન કરવું એ અર્થ સમાન છે. પણ ગુપ્ત હકીકતના પ્રકાશનમાં ભેદ છે. સાકાર મંત્ર ભેદમાં વિશ્વાસુ બનીને ગુપ્ત હકીકતનું પ્રકાશન કરે છે. જ્યારે રહસ્યાભ્યાખ્યાનમાં સામાન્યથી વિશ્વાસુ અવિશ્વાસુના ભેદ વિના) ગુપ્ત હકીક્તનું પ્રકાશન કરે છે. તથા બીજે ભેદ એ છે કે સાકાર મંત્ર ભેદમાં ગુપ્ત હકીકત જેની પાસેથી જાણ હોય તેનાથી અન્ય સંબંધી હોય છે. જ્યારે ૨હસ્યાભ્યાખ્યાનમાં (પતિ –પત્ની, મિત્ર-મિત્ર વગેરે) જેની પાસેથી જાણ હોય તેના સંબંધી હોય છે. જેમકે પતિ-પત્નીએ એકાંતમાં સ્વસંબંધી
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org