________________
૪૪૮
શ્રી સ્વાધિગમ સૂત્ર શરીરની ચેષ્ટાથી અથવા તેવા પ્રકારના પ્રસંગ ઉપરથી કે આજુબાજુના વાતાવરણ વગેરેના આધારે અન્યને ગુપ્તા અભિપ્રાય (ગુપ્ત હકીક્ત) જાણીને બીજાને કહે અને બીજાને અભિપ્રાય (ગુપ્ત હકીક્ત) તેને કહે એમ એકબીજાની ગુપ્ત વાતે એક બીજાને કહીને પરસ્પરની પ્રીતિને વિચછેદ કરાવે. અથવા વિશ્વાસુ બની રાજ્યની કે અન્ય કોઈની પણ ગુપ્ત હકીકત પૂર્વોક્ત મુજબ (ચેષ્ટા, પ્રસંગ, વાતાવરણ વગેરેથી) જાણુને બહાર પ્રકાશન કરે.
ધર્મરત્ન પ્રકરણ વગેરે અન્ય ગ્રંથમાં “સાકાર મંત્ર ભેદના સ્થાને “સ્વદારા મંત્ર ભેદ” અતિચાર આવે છે. સ્વની–પોતાની દારાને-પત્નીને મંત્ર-અભિપ્રાય (ગુપ્ત હકીક્ત) તે સ્વદારા મંત્ર. તેને ભેદ એટલે બહાર પ્રકાશન કરવું. આ સ્વદારા મંત્રભેદને શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે–પોતાના ઉપર વિશ્વાસ રાખીને પત્ની, મિત્ર, પાડોશી આદિ કોઈ પણ વ્યક્તિએ જે ગુપ્તવાત કરી હોય તેનું બહાર પ્રકાશન કરવું એ સ્વદારા મંત્રભેદ છે.
સાકાર મંત્રભેદમાં ( કે સ્વદારા મંત્રભેદમાં) હકીકત ૧. આમ કરવાનું કારણ ઇર્ષા, દ્વેષ વગેરે છે.
૨. સંસ્કૃતમાં અકારાંતદાર શબ્દ હોવાથી “સ્વદારમંત્ર ભેદ” એવો પ્રયોગ થાય. ગુજરાતીમાં આકારતદારા શબ્દ પ્રસિદ્ધ હોવાથી અહીં “ સ્વદારામંત્ર ભેદ” એવો પ્રયોગ કર્યો છે.
૩. યોગશાસ્ત્ર આદિ ગ્રંથમાં આ અતિચારના આ ભાવાર્થ પ્રમાણે એનું “વિશ્વતમંત્રભેદ” (વિશ્વાસના અભિપ્રાયનું પ્રકાશન કરવું) એવું નામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org