________________
પાંચમો અધ્યાય
ર૯પ
અધુરાં છે. કારણ કે જે અપેક્ષાએ આત્મા નિત્ય છે એ અપેક્ષાએ નિત્ય જ છે, નહિ કે અનિત્ય પણ. એમ જે અપેક્ષાએ આત્મા અનિત્ય છે, એ અપેક્ષાએ તે અનિત્ય જ છે, નહિ કે નિત્ય પણ. આથી બંને વાક્યોમાં “જ”કાર જેડવાની જરૂર છે. એટલે (૧) “આત્મા અપેક્ષાએ નિત્ય જ છે.” (૨) “આત્મા અપેક્ષાએ અનિય જ છે.” એમ બે વાક્યો થયાં. અહીં પ્રથમ વાક્યને અર્થ એ થયો કે આત્મા અપેક્ષાએ નિત્ય છે અને જે અપેક્ષાએ નિત્ય છે તે અપેક્ષાએ નિત્ય જ છે. બીજા વાક્યને અર્થ એ થયે કે આત્મા અપેક્ષાએ અનિત્ય છે, અને જે અપેક્ષાએ અનિત્ય છે તે અપેક્ષાએ અનિત્ય જ છે.
[ શાસ્ત્રમાં જ્યાં વસ્તુના નિરૂપણમાં અપેક્ષાને કે જકારને પ્રયોગ ન થયા હોય ત્યાં પણ અધ્યાહારથી એને પ્રયાગ સમજી લે. ]
ઉક્ત બંને વાક્યોના સરવાળા રૂપ ત્રીજું વાક્ય (૩) “આત્મા અપેક્ષાએ નિત્ય જ છે, અપેક્ષાએ અનિત્ય જ છે.” એ પ્રમાણે છે. આ વાક્યથી ક્રમશઃ આત્માની નિત્ય તાનું અને અનિત્યતાનું પ્રતિપાદન થાય છે. પૂર્વના બે વાક્યોથી થયેલ સમજણ આ ત્રીજા વાક્યથી દઢ બને છે.
હવે કઈ કહે કે, આત્મા અપેક્ષાએ નિત્ય છે અપેક્ષાએ અનિત્ય છે એમ આત્માના નિત્યત્વ અને અનિત્યત્વ એ બે ધર્મોનું ક્રમશઃ પ્રતિપાદન કર્યું, પણ યુગપત્ક્રમ વિના [ એકી સાથે] આત્મા નિત્ય પણ છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org