________________
પાંચમે અધ્યાય
૩૦૯ હવે જ્યારે દ્વિગુણ આદિ વિષમગુણ રૂક્ષ-સ્નિગ્ધને, નિગ્ધ-સ્નિગ્ધને કે રૂક્ષ-રૂક્ષને બંધ થાય ત્યારે અધિકગુણ હનગુણુને પિતાના રૂપે પરિણુમાવે છે. દા. ત. ત્રિગુણ સ્નિગ્ધને એકગુણ સ્નિગ્ધ સાથે કે એકગુણ રૂક્ષ સાથે બંધ થાય છે ત્યારે ત્રિગુણ સિનગ્ધ એકગુણ નિષ્પને કે એકગુણ રૂક્ષને ત્રિગુણ સિનગ્ધરૂપે પરિણુમાવે છે. આથી તે આખે સ્કંધ ત્રિગુણ નિષ્પ બને છે. જે ત્રિગુણરૂક્ષને એકગુણ સ્નિગ્ધ સાથે કે એકગુણરૂક્ષ સાથે બંધ થાય તે ત્રિગુણ રક્ષ એકગુણ સિનગ્ધને કે એકગુણરૂક્ષને ત્રિગુણ રક્ષરૂપે પરિણુમાવે છે. આથી તે આ સ્કંધ ત્રિગુણ રૂક્ષ બની જાય છે. [૩૬]
દ્રવ્યનું લક્ષણશુપાવત્ દ્રવ્ય -૨૭ . જેમાં ગુણે (= સદા રહેનારા જ્ઞાનાદિ અને સ્પર્ધાદિ ધર્મો અને પર્યાય (= ઉતપન્ન થનારા તથા નાશ પામનારા જ્ઞાનપગ આદિ અને શુકલ રૂપ આદિ ધર્મો) હોય તે દ્રવ્ય.
દરેક દ્રવ્યમાં અનેક પ્રકારના ભિન્ન ભિન્ન ધર્મો–પરિણામે હોય છે. આ ધર્મો–પરિણામે બે પ્રકારના છે. કેટલાક ધર્મો દ્રવ્યમાં સદા રહે છે. કદી પણ દ્રવ્યમાં તે ધર્મોને અભાવ જોવા મળતું નથી. જ્યારથી દ્રવ્યની સત્તા છે ત્યારથી જ એ ધર્મોની દ્રવ્યમાં સત્તા છે. અર્થાત્ દ્રવ્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org