________________
૪૦૪
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
નાશના પ્રયત્ન શક્ય નથી. આથી સાધનામાં સવેગની પહેલી જરૂર છે. જેટલા અંશે સ’વેગ તીવ્ર તેટલા અ’શે સાધના પ્રમળ અને છે. સવેગને તીવ્ર મનાવવા સૌંસારના સ્વરૂપને વિચારવાની જરૂર છે. સસારના સ્વરૂપને વિચારતાં સંસાર દુઃખસ્વરૂપ, દુઃખ ફૂલક અને દુઃખાનુધી લાગે. છે. સંસારના ભૌતિક સુખનાં સાધના અનિત્ય-ક્ષણભંગુર અને અશરણુ ભાસે છે. સંસારનુ સુખ પણ દુઃખ રૂપ દેખાય છે. આથી સ ́સાર ઉપર કંટાળો આવે છે અને સ'સારને નાશ કરવાની ઈચ્છા થાય છે. એથી સંસારનાં કારણા તરફ દૃષ્ટિ જાય છે. સંસારના કારણેાનેા નાશ કર્યાં વિના સમ્રારને નાશ અશકય જ છે. સંસારનાં કારણે હિંસા આહિઁ છે. આથી તે સાધકને હિંસા આદિ ઉપર પણ અતિ ઉત્પન્ન થાય છે. સંસાર અને સ'સારનાં કારણેા ઉપર અતિ એનું જ નામ સંવેગ. આથી અહી. સવેગને પુષ્ટ બનાવવા સંસારના સ્વરૂપને વિચારવાના ઉપદેશ આપ્યા છે.
સંવેગનું ચિહ્ન (-માપક યંત્ર) :-સંસાર ઉપર અરતિ થતાં ધર્મ અને ધાર્મિક પુરુષા પ્રત્યે બહુમાન અવશ્ય જાગે છે. આથી ધમ અને ધામિ`ક પુરુષા પ્રત્યે બહુમાન એ સંવેગને જાણવા માટે ચિહ્ન– માપક યંત્ર છે, ધર્મ અને ધાર્મિક પુરુષા પ્રત્યે બહુમાન થતાં ધર્મની જિજ્ઞાસા થવાથી અતિપ્રેમથી ધર્માંશ્રવણુ થાય છે, અને ધાર્મિક પુરુષાનાં દર્શનથી અત્યંત આનંદ થાય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org