________________
સાતમે અધ્યાય
પ્રશ્ન –ઉપરોક્ત ત્રણ પ્રકારની હિંસામાં ક્યા ક્યા જીવેને કઈ કઈ હિંસા સંભવે છે? ઉત્તર –(૧) જ્યારે કઈ જીવ પ્રાણવધ કરવા પ્રયત્ન કરે પણ તેમાં નિષ્ફળ નિવડે ત્યારે માત્ર ભાવ હિંસા હોય છે. દા. ત. શિકારી હરણને તાકીને બાણ મારે, પણ હરણને બાણ ન વાગવાથી હરણ બચી જાય. અહીં દ્રવ્યપ્રાણેને વિગ ન હોવાથી દ્રવ્યહિંસા નથી. પણ પ્રમાદ–જીવ રક્ષાના પરિણામને અભાવ હેવાથી ભાવ હિંસા છે. એ પ્રમાણે અંધારામાં દોરડાને સર્ષ માની મારવાનો પ્રયત્ન કરવામાં માત્ર ભાવ હિંસા થાય છે. આ બે દષ્ટાંતેમાં હિંસા માટે કાયાથી પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળતા મળવાથી માત્ર ભાવ હિંસા થઈએ વિચાર્યું. જ્યારે કેઈ કે ધાવેશમાં આવીને અન્યને ગમે તેવાં હિંસાત્મક વચને બેલે છે, મૃત્યુ માટે શ્રાપ આપે છે, ત્યારે પણ ભાવ હિંસા થાય છે. હજી આગળ વધીને વિચારીએ તે જણાશે કે હિંસા માટે કાયિક પ્રયત્ન અને વચન પ્રયોગ વિના માત્ર મનમાં હિંસાના વિચારથી ભાવ હિંસા થાય છે. જેમ કે તંદુલ મત્સ્ય. આ મસ્ય તંદુલના (ચોખાના) દાણા જેટલું હોય છે. માટે તેને તંદુલ મસ્ય કહેવામાં આવે છે. તે મહામત્સ્યની આંખની પાંપરણમાં ઉત્પન્ન થાય છે. મહામછ કેટલાંક માછલાં ગળી જાય છે ત્યારે તેની સાથે ડુંક પાણી પણ તેના મુખમાં દાખલ થઈ જાય છે. આ પાણીને તે બહાર કાઢે છે ત્યારે પાણુની સાથે દાંતની પોલાણમાં રહેલાં કેટલાંક નાનાં નાનાં માછલાં પણ બહાર નીકળી જાય છે. આ જોઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org